________________
૬૮
ભક્તિમાર્ગનું રહસ્ય સ્પૃહાવાળો છે. પ્રેમ કર્મબંધનથી છોડાવે છે, રાગ કર્મબંધને આકર્ષે છે. પ્રેમ ભવકટ્ટિ કરવામાં કુશળ છે, રાગ ભાવવૃદ્ધિ કરવામાં સફળ છે. પ્રેમ ચારિત્રનું ઘડતર કરે છે, રાગ ચારિત્રને નડતર કરે છે. પ્રેમ પર ભોગ આપવા નિરંતર તત્પર છે; રાગ પરને ઉપભેગા કરવા સતત અનુરક્ત રહે છે. પ્રેમ અમૃતસ્વરૂપ છે; રાગ વિષસ્વરૂપ છે. પ્રેમ સ્થિર સ્વભાવી છે, રાગ અસ્થિર સ્વભાવી છે.
ભક્તિમાં સમાવેશ પામતા પ્રેમ અને શ્રદ્ધાના ભાવે જોયા પછી અંતર્ગત “અર્પણતા”ના ત્રીજા ભાવ પ્રતિ વળીએ. પ્રેમ અને શ્રદ્ધાનું પ્રાપ્ત ફળ તે અર્પણતા. વ્યવહાર દષ્ટાંતે પણ વિચારથી સમજાશે કે જ્યાં પ્રેમ (રાગ) અને શ્રદ્ધા છે ત્યાં અર્પણતાને જન્મ સહજ થાય છે, પતિ-પત્નીના સંબધે જુઓ કે પિતા-પુત્રના સંબંધે જુઓ, ધન પાર્જન વેળાની સ્થિતિ સંબંધે જુઓ કે આપત્તિની કસોટી વેળાએ બચાવી શકે એવી વ્યક્તિ પ્રત્યેના પિતાના ભા સંબંધે જુઓ તે દરેક સ્થળે પ્રેમ (રાગ)-શ્રદ્ધા-અર્પણતા જ જોવા મળશે. વ્યવહારમાં આ સ્થિતિ હોવાને લીધે તેને “સંસાર ભક્તિ” કહેવામાં આવે છે. - જેમ જેમ પ્રેમ અને શ્રદ્ધા વધે છે એટલે નિર્મળ થઈ શુદ્ધતા તરફ જાય છે, તેમ તેમ અર્પણતા વિકસે છે, ખીલે છે અને તેની ઉપકારિતા પ્રગટતાએ અનુભવાય છે. અર્પણુતા એટલે આજ્ઞારાધન, આજ્ઞાંકિતપણું, વેચ્છાને ત્યાગ અથવા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org