________________
ભગવાનની ભક્તિનું સ્વરૂપ દેવની મુખમુદ્રાના દર્શન માત્રથી જીવ આત્મજ્ઞાન પામી મુક્તિરૂપી લક્ષ્મી મેળવે છે. - શ્રી કુંદકુંદાચાર્ય “મોક્ષપ્રાકૃત ગાથા પર માં કહે છે કે “દેવ અને ગુરૂની ભક્તિ કરનાર સાધમ પ્રત્યે તથા સંયમી જ્ઞાની પુરૂષ પ્રત્યે પ્રેમ રાખનારા તથા સમ્યક્ત્વને ધારણ કરનારા યેગી ધ્યાનમાં લીન થાય છે.”
આચાર્યદેવેનાં ઉપરોક્ત વચનેથી સ્પષ્ટ થશે કે ભક્તિ શબ્દમાં પ્રેમ અને શ્રદ્ધાના ભાવે અપેક્ષિત છે જ. શ્રદ્ધા વિનાને પ્રેમ પાંગળો છે અને પ્રેમ વિનાની શ્રદ્ધા આંધળી છે, માટે જ કહ્યું કે સાચે પ્રેમ અને સાચી શ્રદ્ધા સાથે રહેવાના સ્વભાવવાળા અને પરસ્પર બળ આપી સહાયભૂત થનારા ઉત્તમ ગુણ છે. જ્યારે પ્રેમ પાંગરે છે, ત્યારે શ્રદ્ધા પણ વિકસે છે જેમ જેમ શ્રદ્ધા ઉચ્ચતર સ્તરને પ્રાપ્ત થતી જાય છે, તેમ તેમ પ્રેમામૃતનું શાંતિદાયક ઝરણુ નિરાવરણ પણે વેગથી વહે છે અને બંને સંપથી સાથે મળી જપ વિના આવરણ-અંતરાને તેડે છે. - પ્રેમ અને શ્રદ્ધાનું શુદ્ધ અને સત્ય સ્વરૂપ આગળ કહેવામાં આવશે; દરમ્યાન અહીં પ્રેમ અને રાગના અર્થોમાં શું તફાવત છે તે અવલોકી જવાનું ઉચિત જણાશે. - . પ્રેમ એ પરમ મિત્ર છે. રાગ વા નેહ એ ગુપ્ત શત્રુ છે. પ્રેમ અનાસતિને ઘાતક છે, રાગ આસક્તિને પિષક છે. પ્રેમ નિસ્વાર્થ અને નિસ્પૃહ છે, રાગ થવાથી અને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org