________________
ભક્તિમાર્ગનું રહસ્ય અશુદ્ધ ઉપયોગ તેના સંસારી જીવનવ્યવહારમાં કરતો આવ્યું છે ને કરે છે, તે ઉપગને શુદ્ધતા પ્રત્યે વાળવાથી પરમાર્થલાભની પ્રાપ્તિ થાય છે.
પ્રેમ એ જીવને સહજ ગુણ છે, ઈશ્વરી બક્ષિસ છે, સના અનુગ્રહની દિવ્ય પ્રસાદી છે. તેનું ઉત્પત્તિ ક્ષેત્ર પવિત્ર હદય છે અને તેના આવિર્ભાવનું સ્થાન નેત્ર છે, નેત્રમાંથી નીતરતે અમીરસ તે જ શુદ્ધ પ્રેમનું પ્રતીક છે.
શ્રદ્ધા એ પણ જીવને સ્વાભાવિક ગુણ છે, પ્રભુએ બક્ષેલી દિવ્ય શક્તિ છે, તળેટીથી પર્વતના શિખર સુધી સુગમતાએ પહોંચાડનાર પ્રકાશ જ્યોતિ છે, નિર્બળને બળ આપનાર સબળ પદાર્થ છે.
જ્યાં પ્રેમ છે ત્યાં શ્રદ્ધા છે શ્રદ્ધા છે ત્યાં પ્રેમ છે. પ્રેમને ટકાવનાર, ઉજજવળ રાખનાર અને સાથે ને સાથે રહેનાર જે પદાર્થ છે, તે શ્રદ્ધા છે. પ્રેમ અને શ્રદ્ધા એક જ સિક્કાની બે બાજુએ છે.
શ્રી હેમચંદ્રાચાર્ય કૃત “પ્રાકૃત વ્યાકરણ”માં ભક્તિને શ્રદ્ધા કહી છે. આચાર્ય સંમતભદ્ર “સમીચીન ધર્મશાસ્ત્રમાં ભક્તિ અને શ્રદ્ધા એકાર્થ વાચક કહ્યા છે. અરહંત, આચાર્ય, શ્રીગુરૂ અને પ્રવચનમાં ભાવવિશુદ્ધિયુક્ત અનુરાગ એટલે પ્રેમ એ જ ભક્તિ છે, એમ શ્રી પૂજ્યપાદસ્વામી કહે છે, તેઓ તે એટલે સુધી ઉપદેશ વચન પ્રકાશે છે કે શ્રી જિન.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org