________________
६४
ભક્તિમાર્ગનું રહસ્ય તે ન હોય તે અમુક કાળ સુધી સત્સંગ સિવાય કંઈ નથી જોઈતું; તે ન હોય તે આર્યચરણ (આર્ય પુરૂષએ કરેલાં આચરણ) સિવાય કંઈ નથી જોઈતું, તે ન હોય તો જિનભક્તિમાં અતિ શુદ્ધ ભાવે લીનતા સિવાય કંઈ નથી જોઈતું; તે ન હોય તે પછી માગવાની ઈચ્છા પણ નથી.”
સહજ વિચારથી સમજાશે કે સૌથી પ્રથમ ઉત્તમ વસ્તુની જિજ્ઞાસા બતાવી, અને તેના અભાવમાં તેની પ્રાપ્તિ થવા અર્થે અતિ ઉપકારી ભાવદશાની ઈચ્છા વ્યક્ત કરી છે, એમ ઉત્તરોત્તર કરવામાં આવ્યું છે. મેક્ષાભિલાષીએ ઠેઠ નીચેના પગથિએથી શરૂ કરી ઉપર ચઢતા જઈ અંતિમ શ્રેષ્ઠ ધ્યેય સુધી પહોંચવાનું છે એ નિર્દેશ કર્યો.
- પ્રથમ કહ્યું કે ક્ષણે ક્ષણે પલટાતી સ્વભાવવૃત્તિ નથી જોઈતી, અર્થાત્ સહજ સ્થિર સ્વભાવરૂપ અથવા ક્ષાયકભાવવાળી આત્મદશા જોઈએ છે. તે કયારે આવે? તે જણાવવા માટે ત્યારપછીનાં વચને કહે છે, કે જ્યારે અમુક કાળ સુધી દેહ, પ્રાણ, ઇન્દ્રિયે, મન, વચન, વિક૯૫ આદિથી પર એવી હવભાવ સ્થિરતારૂપ આત્મદશા અથવા સ્વાનુભૂતિ સ્વરૂપ શૂન્યાવસ્થા સંપ્રાપ્ત થાય ત્યારે ઉત્કૃષ્ટ ધ્યેય સુધી અંતમાં પહોંચી શકાય છે. તે સ્વાનુભવરૂપ સમ્યક દર્શનની પ્રાપ્તિને અપૂર્વ લાભ સંત કે પુરૂષના સમાગમના નિમિત્તથી મળે છે, તે કારણે તેવી માગણી કરી. સંતની સાચી ઓળખાણ સત્સંગના આરાધનથી થાય છે અને આત્મકલ્યાણના હેતુની
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org