________________
TI
ભગવાનની ભક્તિનું સ્વરૂપ
શ્રવણ, કીર્તન, પૂજન, અર્ચન આદિ નવધા ભક્તિના નામે ઓળખાતા નવ પ્રકાર પ્રસિદ્ધ છે. તેની પાછળ તેને હાર્દમાં રહેલ અંતર્ગત ભાનું મૂલ્ય અમૂલ્ય છે અને સર્વ સિદ્ધિને આપનાર છે. ભક્તિનું સ્વરૂપ સદ્દગુરૂગમે સમજવા યોગ્ય છે એ જ્ઞાની ભગવંતના વિધાનના મૂળમાં જે રહસ્ય વાત છુપાયેલી છે તે માત્ર અંતરગત ભાવે અને તેના આરાધન સંબંધે છે. તે જણાવી તેની વ્યાખ્યા કરતાં પહેલાં, જેને સ્વાત્મકલ્યાણની પ્રાપ્તિ અર્થે સાધના કરવાની તીવ્ર જિજ્ઞાસા વતે છે, તેણે શું કરવું, કયા ક્રમથી ચાલવું તે બતાવનાર શ્રેણિ પરમ કૃપાળુ આત્મજ્ઞ શ્રીમદ્ રાજચંદ્રજીએ પત્રાંક ૧૨૮માં અદ્દભુત શૈલીથી માંગણીરૂપ વચને દ્વારા પ્રકાશિત કરી છે, તે માર્ગદર્શકરૂપ અપૂર્વ બેધવચને આ રહ્યાં :–
ક્ષણે ક્ષણે પલટાતી સ્વભાવવૃત્તિ નથી જોઈતી, અમુક કાળ સુધી શૂન્ય સિવાય કંઈ નથી જોઈતું; તે ન હોય તે અમુક કાળ સુધી સંત સિવાય કંઈ નથી જોઈતું.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org