________________
૫૯
ભક્તિમાર્ગનું રહસ્ય તેઓ ક્યારેય પણ આપ ભગવંતમાં સારો પ્રેમ અને સાચી શ્રદ્ધા કરી શકતા નથી અને સાચા મનથી આપનું અનન્ય શરણ સ્વીકારી શકતા નથી તેથી તેઓ અભય રહે છે? હે પ્રભુ! આ૫ના જ્ઞાનમાં દેખાતું હોય તે સત્ય છે.
હે સર્વ દેવ! આપની કૃપાથી આપના ધૈર્ય, ગંભીરતા અને ઉદારતા એ ત્રણે ગુણે અને તેનું રહસ્ય મને સમજાયું છે, કે કઈપણ જીવ આપની અને આપના પવિત્ર ધર્મની સત્ય સ્વરૂપે શ્રદ્ધા કરી આપને શરણે ન આવે ત્યાં સુધી મૌનપણે ગંભીર રહી ધીરજ રાખે છે. ગમે તેટલે વિલંબ થાય અને કાળ વ્યતીત થાય તે પણ અખૂટ ધીરજને લેશ પણ ન્યૂન થતું નથી. આપનું શરણ સ્વીકાર્યા પછી આપ આપના ભક્તનું રક્ષણ કરે છે ને તેની સર્વ માગણીઓને સંતે છે. છેવટે આપનું સર્વસ્વ આપી દઈ તેને આપના સમાન સમર્થ કરે છે.
હે પ્રભુ! આ આપના રહસ્યયુક્ત ગુણેનું સાચું જ્ઞાન આપે કરાવ્યું તેથી હું આપને ખરા અંતઃકરણપૂર્વક ખૂબ ઉપકાર માનું છું અને આપને અત્યંત ભક્તિભાવથી કટિ કોટિ વંદન કરું છું. તે અદભુત જ્ઞાનને સંપૂર્ણ લાભ મારે લે જ છે અને તે માટે હું પ્રમાદને ત્યાગ કરું છું, આપનું શરણ અને રક્ષણ મેળવી, આપની કૃપા અને અનુગ્રહને પામીને હું પુરુષાથી થતું.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org