________________
ભગવાનના પ્રેમીની વિચારધારા
૫૭ કરે, શ્રદ્ધા કરો, ભગવાનની આજ્ઞા આરાધો પછી પ્રાર્થનામાં જે માગશે તે મળશે.
હે પ્રભુ! આપ કેવા ઉદાર છે ! આપે આપના અમૂલ્ય ગુણરત્નને અખૂટ ભંડાર સદા ખુલ્લે જ રાખે છે. જે કોઈ યોગ્યતા મેળવી આપની પાસે માંગે છે, તેને ઓપ તેની યોગ્યતાનુસાર દાન કર્યા જ કરે છે, ક્યારે પણ અટકતા નથી, થાકતા નથી અને તે એટલે સુધી કે આપ આપના સર્વે અદૂભુત ગુણોનું દાન કરે છે અને લેનારને આપના જેવું જ સમૃદ્ધ બનાવે છે. દાન લેનાર અનેકાનેક હોવા છતાં આપને ભંડાર કદી ખાલી થતા નથી પણ સદાય ભરપુર જ રહે છે. આ પણ એક ન સમજાય તેવું આશ્ચર્ય છે. - હે પ્રભુ! આપ તે ખરેખર કલ્પવૃક્ષ છે. “અચિંત્ય જેનું માહાસ્ય છે એવું આ (પરમાત્મરૂપ) સત્સંગરૂપ કલ્પવૃક્ષ પ્રાપ્ત થયે જીવ દરિદ્ર રહે એમ બને તે આ જગતને વિશે તે અગિયારમું આશ્ચર્ય જ છે.” – શ્રીમદ્ રાજચંદ્ર - હે પ્રભુ ! આપનું વચન છે કે જગતમાં સ્વભાવથી સિદ્ધ સમાન એવા બિચારા અભવ્ય જીવે પણ ઘણા ઘણું છે જેઓ કદી આ દુઃખથી પીડિત અને ભયાકુળ સંસારને અંત લાવી મૂક્ષને પ્રાપ્ત થવાના નથી અને અનંતકાળ સુધી ચારે ગતિઓમાં ભટકવાના છે. તે પછી શું એમ હશે કે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org