________________
૫૬
ભક્તિમાર્ગનું રહસ્ય સિદ્ધિઓના સ્વામી છે, અનંત શક્તિએના ધારણહાર છે. આપનું અનંત જ્ઞાન છે, અનંતુ દર્શન છે, અનંત સુખ છે, અનંત વીર્ય છે. એવી રીતે આપ અનંત અનંત ગુણેના નિધિ છે તેમ છતાં આપ કેવા સાગર જેવા ગંભીર છે તે જોઈ અમને પરમ આશ્ચર્ય થાય છે. આટલા બધા સર્વોત્કૃષ્ટ ગુણેને આપે અંતરમાં કેવા સમાવી દીધા છે કે કોઈ કળી પણ ન શકે!
આપ પ્રત્યેક જીવ સંબંધી સમયે સમયે શું બન્યું, શું બને છે અને શું બનશે એવી ત્રણ કાળની વાત જાણી દેખી રહ્યા છે. કેણ ભવ્ય છે, કેણ અભવ્ય છે, કોણ
ક્યારે મોક્ષને પ્રાપ્ત થશે, કે કેટલા ભ કરશે અને કેટલા દુઃખ પામશે એ આદિ સમસ્ત પ્રકારનું સંપૂર્ણ જ્ઞાન આપે ભગવત ધરાવે છે છતાં એ સર્વને અત્યંત ગુપ્તપણે અંતરમાં ગોપવી રહ્યા છે એ આપની કેવી અદ્ભુત ગંભીરતા છે!
હે પ્રભુ! કેઇ ભવ્ય જીવ આપનામાં પ્રેમ લાવી, શ્રદ્ધા કરી, આપને શરણે આવી, આપની આજ્ઞાનું આરાધન કરી આપની રિદ્ધિસિદ્ધિની માંગણી ન કરે ત્યાં સુધી આપ પરમ ઉદાર અને દાનેશ્વરી હોવા છતાં લેશ પણ દાન કરતા નથી અને પરમ ગંભીર રહો છે એ એક અદ્ભુત રહસ્ય છે. આપે તે અબાધિત સિદ્ધાંત આપ્યો છે કે ભગવાનમાં પ્રેમ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org