________________
ભક્તિમાર્ગનું રહસ્ય વીતરાગ થઈ, શુદ્ધ સ્વરૂપ પ્રાપ્ત કરી મુક્તિસુંદરીને વર્યા. અહો આશ્ચર્ય ! અહો આશ્ચર્ય !!
હે કૃપાળુ નાથ ! આપને એ સર્વોત્તમ ગુણે મને બહુ બહુ પ્રિય છે, ઈષ્ટ છે. હું તે ગુણેનું સાચા મનથી સન્માન કરું છું. હે નાથ ! આ જીવ તે જ્ઞાનાવરણ, દર્શનાવરણ, મેહનીય અને આંતરાય કર્મોની જાળમાં સપડાય છે અને ખૂબ પામર, દીનહીન અને નિવય થયો છે. તે હવે તેનાથી છૂટવા આપ પ્રભુજીના શરણે આવ્યું છે તે પરમ કૃપા કરી, સાથ આપી, આપના પૈર્ય અને વીરતાના ગુણેનું દાન કરી આ પામરને જલદી જલદી છેડાવશે એ જ આ રંકની વિનંતિ છે. હે પ્રભુ, આ રંક સેવકની એ વિનંતિ માન્ય રાખશે.
હે ભગવાન! આપ પરમ શાંત છે, પરમ કાંત છે.
હે પ્રભુ! શાંતિ ને સમતાને આપનાર આપને અદ્ભુત ધ સ્મરણમાં આવે છે. આપે સંસારસુખના અભિલાષી અને બેધ કર્યો કે “હે છે, સમજે. રાગદ્વેષની પરિણતિથી વિરામ પામે, વિરામ પામે. પ્રમાદ છોડી જાગ્રત થાઓ, જાગ્રત થાઓ ! સંકલ્પ-વિકલ્પ, રાગ-દ્વેષના પરિણામે આત્માની સહજ શાંતિને હરી લે છે. કષાયા સ્વભાવથી ઉગ હાઈ તે આત્માના સહેજ શીતળ સ્વભાવને ઉણ કરે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org