________________
ભક્તિમાર્ગનું રહસ્ય તે હે પ્રભુ! હું અલ્પજ્ઞ, મંદમતિ આપના અદૂભુત ગુણેને પાર કેમ પામી શકું? હે ગુણના સમુદ્ર, ગુણ ગણના ભંડાર, દિવ્ય તેજસ્વી ગુણેના ઘર્તા! મને આપના પ્રગટ ગુણે જઈને બહુમાન થાય છે. તે સર્વ ગુણે મને અત્યંત અત્યંત પ્રિય છે, ઈષ્ટ છે. હે કૃપાળુ ! પરમ કૃપા કરી, ઉપકાર કરી આપના અપૂર્વ, દિવ્ય, અલૌકિક અને અદ્ભુત ગુણોનું સિંચન આ આત્મામાં કરતા જશે એવી આ દીન પામરની વિનંતિ છે.
વળી હે પ્રભુ! આત્મપ્રભુની સહજ અપૂર્વ શાંતિ અને શીતળતા પુદ્ગલને પરમાણુઓને પણ કેવા પલટાવે છે તે જ્ઞાન પણ આપ પ્રભુએ અનુગ્રહ કરી કરાવ્યું છે. એક તે તે કર્મોને સંહાર કરે છે, નાશ કરે છે. બીજું તેના બળથી દેહનાં અશુભ પરમાણુઓને નાશ થઈ, પરમ શુભ, ઉત્તમત્તમ, પરમ શ્રેષ્ઠ, પરમ તેજોમય, પરમ કાંતિમય પર માણુઓ હોય છે, આ કારણે હે પ્રભુ, આપ પરમ કાંત છે. ' હે નાથ! આપને આ ઉત્તમ ગુણ મને બહુ બહુ પ્રિય છે, ઈષ્ટ છે. આપનું આ બાળક તે ગુણને ઈચ્છુક છે. આપની કૃપાથી તેની પ્રાપ્તિ જલદી જલદી થાય એવી ભાવના છે તે આપના અનુગ્રહથી સિદ્ધ થાઓ એ જ માંગુ છું. હે ભગવાન! આપ પરમ ધીર છે, પરમ વીર છે,
હે પ્રભુ! આપના ધીરજ અને વીરતાના ગુણોનું હું
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org