________________
ભગવાનના પ્રેમીની વિચારધારા
૫૧ દેવતાઓના ઇન્દ્રો ક્યારેય પણ કરી શક્યા નથી. જેમ પ્રલયકાળને લીધે સમુદ્રનું પાણી ખસી જાય અને પેટાળમાં રહેલે અમૂલ્ય તેજસ્વી રને સમૂહ જે ખુલ્લે થાય, તે કેઈથી માપી શકાતું નથી તેમ હે નાથ ! આપના સદાય દેદીપ્યમાન ગુણેના ભંડારને માપવાને કોઈ જ સમર્થ નથી. કેમકે આપ તે ઉત્તમ ગુણરત્નના સમુદ્ર છે, તે સમુદ્રને પાર કેણ પામી શકે?
શાંત ચૈતન્યમૂર્તિ પરમકૃપાળુ શ્રીમદ્ રાજચંદ્રજી પિતાના અપૂર્વ અવસર” નામની અમરકૃતિની ૨૦મી ગાથામાં અમૃતવચને પ્રકાશે છે કે –
“જે પદ શ્રી સર્વ દીઠું જ્ઞાનમાં, કહી શક્યા નહિ પણ તે શ્રી ભગવાન જે, તેહ સ્વરૂપને અન્ય વાણું તે શું કહે?
અનુભવગોચર માત્ર રહ્યું તે જ્ઞાન જે.” જે અચિંત્ય જ્ઞાનાદિ અનંત ગુણોના સમૂહથી શોભતું પરમપદ, પરમાત્મસ્વરૂપ શ્રી સર્વજ્ઞ ભગવંતે પિતાના કેવળજ્ઞાનમાં દીઠું, તે પદનું વર્ણન અપૂર્વ વચનગના ધારક એવા ખુદ સર્વજ્ઞ શ્રી તીર્થંકર પ્રભુ પણું પૂર્ણ પણે કહી શક્યા નહિ, તે તેવા ચિંતનાતીત, વચનાતીત, ગુપ્ત ચમત્કારરૂપ સ્વરૂપને બીજા કેઈ છસ્થની વાણું કેમ વર્ણવી શકે ? કેમકે તે સર્વોત્તમ પદનું સંપૂર્ણ જ્ઞાન માત્ર અનુભવ ગેચર છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org