________________
૫૦
ભક્તિમાર્ગનું રહસ્ય શુદ્ધ સ્વરૂપ પ્રગટાવવાને લેભ કરી લેભને ભસ્મીભૂત કર્યો, તેમ છતાં નિર્લોભી (વીતરાગ)નું ઉત્તમ બિરૂદ પ્રાપ્ત કર્યું તે અમને સાનંદાશ્ચર્ય ઉપજાવે છે.
અહે! એટલું કરવાથી અનેકાનેક ગુણે આપના પવિત્ર ચરણારવિંદમાં આવીને પડ્યા અને આપ પરમ ક્ષમાવંત, પરમ વિનમ્ર, પરમ સરળ, પરમ સંતોષી, પરમ નિઃસ્પૃહ અને પરમ નિર્ભય ગુણોન ધારક બન્યા. વળી હે પ્રભુ ! સમસ્ત પ્રકારની લબ્ધિઓ, સિદ્ધિઓ અને શક્તિઓ આપની દાસીઓ થઈને આપના ચરણકમળમાં આવીને સેવા માટે હાજર થઈ ગઈ, છતાં તેની સામું પણ જોયું નહીં.
હે પ્રભુ! આવા આપના ઉત્તમોત્તમ ગુણો મને બહુ મહ પ્રિય છે, મને આકર્ષે છે અને મીઠી મૌનતાના ઈશારાથી મને જાણે કેમ બેલાવતા ન હોય તેવો આભાસ થાય છે. તેથી હે પ્રભુ! હું પણ આપના ગુણોથી આકર્ષાઈ મારૂં સર્વસ્વ અર્પણ કરી આપના ચરણકમળમાં સેવા માટે હાજર થઈ સ્થિર રહે એવી ભાવના રહે છે. આપની સંપૂર્ણ આત્મદશાને પ્રાપ્ત ન થાઉં ત્યાં સુધી આપની આજ્ઞામાં રહી સાચો ઉપાસક થઈ ઉપાસક નામ સાર્થક કરૂં.
હે ભગવાન! આપ તે ગુણ ગુણના ભંડાર છે,
હે પ્રભુ! આપના સમસ્ત અપૂર્વ ગુણનું યથાર્થ વર્ણન મહાન લબ્ધિઓને વરેલા મહાન યોગીશ્વરે કે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org