________________
ભગવાનના પ્રેમીની વિચારધારા
૪૯ પ્રાપ્તિ માટે પુરૂષાર્થને યોગ્ય બનાવે એ જ આપની પાસે માંગુ છું તે સફળ કરશે. કૃપા કરીને મારી ભાવના પૂર્ણ કરશે, પૂર્ણ કરશે. હે ભગવાન! આપ પરમ નીરાગી છે, . પરમ નિમોહી છે.
હે પ્રભુ! રાગ અને દ્વેષનાં બળતાં પ્રબળ નિમિત્તોના ઘેરાવાની વચ્ચે રહીને આપ નીરાગી અને નિર્મોહી કેમ કરીને થઈ શક્યા? તે બુદ્ધિમાં ઉતરતું નથી. ખરેખર, આપનું સામર્થ્ય અદ્દભુત છે, અકળ છે.
સંસારના સમસ્ત ભૌતિક પદાર્થો અને સગપણના વિવિધ સંબંધે આપને જરા સરખી પણ અસર કરવા સમર્થ ન થયા અને આપે તે સર્વેને જીતી અજિત થઈ, વિજયે ધ્વજ ફરકાવ્યે તે અમને આશ્ચર્ય પમાડે છે. એક સમય પણ અસંગપણાથી રહેવું એ અતિ અતિ વિકટ કાર્ય છે, તેવું અસંગપણું, નિર્મોહીપણું, નિર્વિકારીપણું, નીરાગીપણું સર્વ કાળને માટે આપે પ્રગટ કર્યું તે જોઈ પરમાશ્ચર્ય પામી અમે આપને કેટ કેટિ વંદન કરીએ છીએ.
હે પ્રભુ! આપે ઇંધ સામે ક્રોધ કરીને ક્રોધને જી તેમ છતાં અાધી ઠર્યા. માન સામે દીનપણાના માનથી માનને જમીનદોસ્ત કર્યો તે છતાં નિર્માની કહેવાયા. માયા સામે સાક્ષીભાવની માયા કરી તેની છાયા સરખી પણ ન રહેવા દીધી તેમ છતાં નિમાંથી પદ મેળવ્યું અને લેભ સામે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org