________________
૪૮
ભક્તિમાર્ગનું રહસ્ય હે પ્રભુ! આપે તે સંસારના સ્વરૂપનું સત્ય સ્વરૂપે દર્શન કરી, સંસારની વિષમતાને છેદી–ભેદીને, સર્વ જીવે પ્રતિ ઉત્તમ ક્ષમાભાવ રાખી, સર્વસંગપરિત્યાગ કરીને, રાગ દ્વેષ, અજ્ઞાનને નિઃશેષ ક્ષય કરી, તે ક્ષય કરવામાં વિસ્મયજનક આત્મવીર્ય પ્રગટાવી, સહજ, સ્વાધીન, નિરાલંબી, અનંત અવ્યાબાધ, સદાકાળ ટકે એવું, સર્વોત્તમ, અવર્ણનીય, વચનાતીત આત્મિક સુખ પ્રગટ કર્યું છે, તેથી આપ પરમ સુખી છે, પરમ આનંદી છો, પરમ સંતોષી છે, અનંત ચતુષ્ટયયુક્ત, અનંત ઐશ્વર્યના ધણી એવા આપ શુદ્ધ ચૈતન્ય સ્વામી છે. એ શુદ્ધ ચિતૂપના એકેક પ્રદેશથી નિરંતર નિર્વહતી સુખામૃતની અખંડ રસધારાને અને આનંદરસના અખૂટ પ્રવાહને આપ સમયે સમયે અનુભવ કરે છે. આપના એક સમયના સુખની પાસે ત્રણે કાળના દેવદેવીઓના સુખને સમૂહ અલપમાં અ૮૫ છે.
હે સુખના મહેદધિ, સુખના સાગર! આપ જ સાચા અમૃતના સાગર છે, પીયૂષના ભંડાર છે, સુધારસના ભેગી છે, આનંદરસના ભોગી છે, આત્મારામી, આત્મપરિણમી છે. હું આપને દીનહીન બાળક આપના એ સમ્રાટ આત્મિક સુખ અને આનંદ ગુણને અત્યંત અહોભાવથી સત્કારું છું. એ ગુણ મને બહુ બહુ પ્રિય છે, ઈષ્ટ છે. તે ગુણ મારામાં પ્રગટાવવા આપનું શરણ બ્રહું છું. પરમ કૃપા કરીને આપ પ્રેરણા આપે, માર્ગદર્શન આપે, શક્તિ આપો અને તેની
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org