________________
ભગવાનના પ્રેમીની વિચારધારા હે ભગવાન! આપ પરમ સુખી છે, પરમ આનંદી છે.
હે પ્રભુ! આપ ભગવંતે જગતના મહી ને બેધ આપ્યો કે સુખ અંતરમાં છે, બાહામાં નથી. સંસારમાં સુખ તે શું સુખની છાયા સરખી પણ નથી. છતાં જેમ કસ્તુરીઓ મૃગ પિતામાંથી નીકળતી સુગંધને જાણતા નથી અને તેની શોધ માટે બહાર દોડે છે, ખુવાર થાય છે, થાકે છે અને ખેદ પામે છે તેમ વિષયેથી જેની ઇન્દ્રિયે આ છે, પીડિત છે એવા સંસારના કલ્પિત સુખના રોગી જીવ સુખની શોધ માટે બહાર દેડે છે, ખુવાર થાય છે, થાકે છે અને ખેદ પામે છે. “મોટો ચક્રવર્તી રાજા તે પણ વધતા વૈભવ, પરિ ગ્રહના સંક૯પમાં પ્રયત્નવાન છે અને મેળવવામાં સુખ માને છે”, તે ભૂલી જાય છે કે “જ્ઞાનીઓએ તે તેથી વિપરીત જ સુખને માર્ગ નિર્ણત કર્યો કે કિંચિત્ માત્ર પણ રહવું એ જ સુખને નાશ છે.” [શ્રીમદ્ રાજચંદ્ર ]
વળી આપે કરૂણ લાવી ઉપદેશ કર્યો કે સુખને ઉપાય પણ પિતાની પાસે છે, પોતાના જ હૃદયમાં છે. સુખને ઉપાય હજાર કે લાખ ગાઉ દૂર નથી, સ્વર્ગમાં કે પાતાળમાં નથી, હિમાલય આદિ પર્વતની ગુફામાં કે દંડકારણ્યની ઝાડીમાં નથી, ઘરમાં કે વનમાં નથી. તે માત્ર પોતાના અંતરમાં છે, પિતાના આત્મામાં છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org