________________
ભક્તિમાર્ગનું રહસ્ય રૂપી પુદ્ગલના એક એક પરમાણુને અને કાળના અવિભાજ્ય ભાગરૂપે સમયને આપની અદ્દભુત જ્ઞાનશક્તિ પ્રકાશિત કરે છે ત્યાં આશ્ચર્યની અવધિ કેમ હોય?
હે પ્રભુ! આપ પરમ જ્ઞાની છે, પરમ દર્શી છે, આપ સમય સમયની વાત જાણી દેખી રહ્યા છે, ઘટઘટની વાત જાણી દેખી રહ્યા છે. આપનાથી કાંઈ અજાયું નથી, કાંઈ છાનું નથી, કાંઈ ગુપ્ત નથી. હે સર્વદેવ ભગવાન! આપને જ્ઞાનપ્રકાશ તે પ્રગટ કે ગુપ્ત, સ્થૂળ કે સૂક્ષમ, સૂક્ષ્મ કે અતિસૂક્ષમ, પૂર્વકાળના, આ કાળના કે આગામી કાળના દ્રવ્ય-ગુણ–પયાને એક સમયમાં જાણે છે, દેખે છે. તેથી આપનું જ્ઞાન અનંત ઠરે છે.
હે શાનશક્તિના મોદધિ, જ્ઞાનપ્રકાશન પુંજ, સર્વદેવ! આપના જ્ઞાનને મહિમા અચિંત્ય છે, અપરંપાર છે, અનંત છે. એ સર્વોત્કૃષ્ટ જ્ઞાનને વિચાર કરતાં મને અત્યંત અહેભાવ આવે છે, પરમ આદર થાય છે. આપને એ સર્વોત્તમ ગુણ મને બહુ બહુ પ્રિય છે. તેની પ્રાપ્તિ અર્થે આ બાળક આપ પરમ પિતાને આશ્રય કરી, આપને આધીન વતી, આપની આજ્ઞાનું શુદ્ધ ભાવે આરાધના કરી, આપને અનુગ્રહ મેળવી આપની અતુલ સિદ્ધિને વારસદાર થવા પૂર્ણપણે આકાંક્ષિત છે. તે ઈચ્છા પૂર્ણ કરવા આપને ખૂબ ખૂબ પ્રાર્થના કરે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org