________________
ભક્તિમાર્ગનું રહસ્ય ફેરવી રાગ, દ્વેષ, અજ્ઞાનને સંપૂર્ણપણે ટાળી આપ શુદ્ધ થયા છે; સુધા, તૃષા, પ્રસ્વેદ આદિ અઢાર દેષ રહિત થઈ શુદ્ધતાને વર્યા છે; પરપરિણતિરૂપ વિકારના અંશને પણ વિધ્વંસ કરી, વિભાવભાવને અત્યંત અભાવ કરી શુદ્ધોપયેગી થયા છે, જ્ઞાનાવરણાદિ ઘનઘાતી કર્મોનાં પુદ્ગલ રજકણેને વિણ વીણીને ભસ્મ કરી પરમ શુદ્ધતાને પામ્યા છે અને શેષ અઘાતી કર્મપ્રકૃતિને મળેલી સીંદરીની આકૃતિવત્ કરી છે, એવા આપના નિર્મળ ઝળહળતા પ્રકાશરૂપ શુદ્ધ ચૈતન્યતિને અત્યંત ભક્તિથી નમસ્કાર કરું છું.
વળી હે પ્રભુ! લેક અને લોકનું સ્વરૂપ, કર્મ અને કર્મનું સ્વરૂપ, સંસાર અને સંસારનું સ્વરૂપ, જડ અને ચેતન દ્રવ્ય, તેના સૂક્ષ્માતિસૂક્ષ્મ ભેદ, ચેતનનું સહજ સ્વરૂપ, ચેતનની મહા ઐશ્વર્યરૂપ ગુપ્ત, નિગૂઢ મહાન ચમત્કૃતિઓ આદિ જે જાણવા ગ્ય હતું તે જાણી લીધું છે, છાંડવા ગ્ય હતું તે છાંડી દીધું છે અને આદરવા
ગ્ય હતું તે આદરી લીધું છે. તેથી હવે કાલેકના જ્ઞાયક એવા આપને કંઈ વિશેષ જાણવાનું, છેડવાનું આદરવાનું શેષ ન રહેતાં આપ પરમ બુદ્ધ છે.
હે પ્રભુ! હું આપના એ પરમ ગુણને આદર કરું છું એ ઉત્તમ ગુણે મને બહુ ઈષ્ટ છે, મિષ્ટ છે તેથી ઉપાદેય અને ઉપાસ્ય સમજું છું. હું આપને નમ્ર બાળક એ આપની
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org