________________
ભગવાનના પ્રેમીની વિચારધારા
૪૩ અનુગ્રહથી થાય છે, કેમ કે આપ નિષ્કારણ કરૂણા કરી આપના શરણાગતને આપની સર્વ સમૃદ્ધિ, શક્તિ અને સામર્થ્ય અપીને નવાજે છે અને આપના જેવા કરે છે. આપની એવી સનાતન પદ્ધતિને કારણે હું એવા દઢ નિશ્ચય પર સ્થિર થાઉં છું કે આપ એકલા જ પરમ ઈષ્ટ છે, પરમ મિષ્ટ છે, આપ જ પરમ વાલેસરી છે, પરમ હિતસ્વી છે, પરમ વલ્લભ છે, પરમ દુર્લભ છતાં પરમ સુલભ છે. આ લેકમાં આપ વિના અન્ય કોઈ એ પદની યેગ્યતા ધરાવતું નથી. માટે અન્ય કોઇનું શરણ મને ઈષ્ટ નથી, પ્રિય નથી. એક આપનું જ શરણ અને રક્ષણ મને ઈષ્ટ છે અને તે અમારી પરિપૂર્ણ જ્ઞાનાનંદ દશા થતાં સુધી રહે એ ઉત્કૃષ્ટ ભાવના છે.
હે પ્રભુ! જેમ જેમ હું સૂક્ષ્મ વિચારથી ઊંડે ઉતરું છું, તેમ તેમ આપના તવના ચમત્કારે, અપૂર્વ ગુણે દષ્ટિગોચર થાય છે. તે અનંત ગુણે મતિથી અગ્રાહ્ય છે, વર્ણનથી અતીત છે. કેમ કે આપ ગુણરત્નના સાગર છે, સર્વોત્કૃષ્ટ કલ્યાણ ભાવનાના ભંડાર છે, સમસ્ત અપૂર્વ શક્તિઓના મહોદધિ છે, પરમ ઉત્કૃષ્ટ સિદ્ધિઓના નિધિ છે. તેથી આપ જ પરમ ઈષ્ટ, પરમ મિષ્ટ છે. હે ભગવાન! આપ પરમ શુદ્ધ છે, પરમ બુદ્ધ છે,
અહો! પરમ આશ્ચર્યકારક પરાક્રમ વડે આત્મવીર્ય
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org