________________
ભક્તિમાર્ગનું રહસ્ય કોઈ સત્તા અધિકારને, કંઈ લેકનું મનરંજન કરવાના હેતુને, કોઈ જગતને રૂડું દેખાડવાના હેતુને, કેઈ અનેકવિધ ઉજ્ઞાનની વૃદ્ધિના હેતુને, ઉપાદેય ધ્યેય સમજી પ્રયત્ન કરે છે, તેમાં સફળતા મળવી, ન મળવી તે તે પ્રારબ્ધાધીન છે. સફળતામાં અભિમાન કરે છે, નિષ્ફળતા મળતાં ખેદ કરે છે, રડે છે; કલ્પાંત કરે છે. બંને અવસ્થા જન્મોની પરંપરા વધારનાર હોઈ આ રત્નચિંતામણિ સમાન મનુષ્યદેહ વૃથા ગુમાવે છે અને પરિણામે ભાવિ દુઃખને આમંત્રે છે. - હે ભગવાન! હું આપની કૃપાપ્રસાદીથી સમજે છું કે એ સર્વે દુઃખદાયક ધ્યેય છે. તેમાં કલ્યાણનો અને સુખને અંશ પણ નથી. તેથી હું એવા કેઈ અહિતકારી ધ્યેયને ધ્યેયરૂપ સ્વીકારીશ નહીં. પૂર્વ કર્માનુસાર જેમ થવાનું છે તેમ થાઓ. હે કરૂણાસાગર! મારા ચિત્તમાં તે આપ એકજ ધ્યેયરૂપ છો. આપનું અનંત જ્ઞાનદર્શનમય, પરમ તિર્મય, પરમ શાંત વીતરાગ સ્વરૂપ મારૂં ધ્યેય છે, ધ્યાન છે. તેથી મારૂં તેવું પૂર્ણ સ્વરૂપ પ્રગટતાં સુધી હું આપની આજ્ઞાભક્તિમાં નિશદિન વતી ધ્યાતા રહે એ મારી આકાંક્ષા છે.
હે ભગવાન! આપ પરમ પિતા છો, પરમ ત્રાતા છે.
હે પ્રભુ! સંસારમાં કવચિત દુર્ભાગ્યવશાત્ કુસંસ્કારી પિતા મળે તે રક્ષણ તે દૂર રહ્યું પરંતુ ઊલટું કુસંસ્કારને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org