________________
૪૧
ભગવાનના પ્રેમીની વિચારધારા વિષમ વાર મળવાને સંભવ રહે, અનિષ્ટ પાપભાનું સિંચન થઈ કુસંસ્કારના સમૂહને પોષણ મળે અને તે કારણે ચાર ગતિનાં ભયંકર દુખે ગવવાનો વખત આવે અને મનુષ્યદેહ એળે જાય.
અને સદ્ભાગ્યે સુસંરકારી પિતા હોય તે તે બાળકના સ્વચ્છેદને ગાળે છે, દેને ટાળે છે, ભૂલની ક્ષમા આપી સુધારે છે, ગુણોને ઉત્કર્ષ કરવામાં સાથ આપે છે, અને છેવટે પિતે ઉપાર્જન કરેલ પૌગલિક લક્ષ્મી, વૈભવ આદિને વારસો આપે છે. તેથી સંસાર અપેક્ષાએ પિતા સારી રીતે રક્ષણકર્તા અને ઉપકારી છે, પરંતુ તે માત્ર એક ભવ પૂરતા જ થઈ શકે છે.
માટે, હે પ્રભુ! મારા ચિત્તમાં તે એમ નિશ્ચય આવે છે કે એક આપ જ મારા પરમ પિતા છે, પરમ ત્રાતા છે. કેમકે આપ આપના શરણે આવેલા બાળકને સદૈવ સદાકાળ રક્ષણ આપી, યથાર્થ માગદર્શનથી, બધથી, પ્રેરણાથી તેના નાના દે ટાળી, પવિત્ર પરમાર્થમાર્ગમાં પ્રવેશ કરાવી, અપૂર્વ આમિક ગુણે પ્રગટાવવાનું સામર્થ્ય આપી, સંસારનાં ભીષણ દુઃખેથી છોડાવી, નિર્ભય બનાવી, આપની અંનત રિદ્ધિ સિદ્ધિને અણમોલ વારસે આપી, આપના જે સર્વસમર્થ, સર્વજ્ઞ, સર્વદશી અને પરમાનંદસ્વરૂપ કરી છે. હે નાથ! આપની કૃપા અસીમ અને અપરંપાર છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org