________________
૩૯
ભગવાનના પ્રેમીની વિચારધારા તે દુઃખના ડરથી, ભયથી, વૈરથી, ભય પમાડવાના, વશ કરવાના, ચમત્કાર દેખાડવાના હેતુથી, ધનાદિની પ્રાપ્તિની ઈચ્છાથી, અથવા એવા અનેક પ્રકારના ભ્રાંતિવાળા વિપરીત ભાથી વિવિધ પ્રકારના મંત્રને આરાધ્ય ગણું આરાધના કરે છે, કરાવે છે, કત્તને અનુમોદે છે. તે સર્વ અકલ્યાણનું કારણ હોઈ ત્રિવિધ તાપથી બળતા એવા સંસારની વૃદ્ધિ કરે છે. માટે હું એવા કોઈ મંત્રનું આરાધન કરું નહીં, કરાવું નહીં, અને કર્તા પ્રત્યે ભલું જાણું નહીં.
પરમાર્થ હેતુઓ અને સેવકલ્યાણની પ્રાપ્તિ અર્થે મારે મને તે આખા જગતમાં એક આપ પ્રભુ જ પરમ આરાધ્ય છે. આપના પવિત્ર નામસ્મરણને મહામંત્ર, આપના પરમ ઉપકારી વચનરૂપ મંત્ર અને સર્વ પ્રકારે આરાધ્ય છે. તેથી આપના અને મારા વચ્ચેનું અંતર તૂટી જતાં સુધી પ્રત્યેક ભવે હું આપ ભગવંતને વિનમ્ર આરાધક રહું એ જ, આમેચ્છા છે.
હે ભગવાન! આપ પરમ દયેયરૂપ છે, હું આજ્ઞાંકિત ધ્યાતા છું.
હે પ્રભુ! આ સંસારમાં ભવાભિનંદી જી વિવિધ પ્રકારના મિથ્યા ધ્યેયથી પીડિત થઈ, અનેક કષ્ટ સહી સિદ્ધિ મેળવવા માટે દુઃખી થઈ રહ્યા છે. કેઈ તે લૌકિક મહત્તાને, કોઈ યશકીર્તિને, કઈ ધનવૈભવાદની પ્રાપ્તિને,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org