________________
tet,
ભગવાનના પ્રેમીની વિચારધારા...
હે ભગવાન! આપ પરમપૂજ્ય છે, હું હીન પૂજક છું.'
હે પ્રભુ, વ્યવહારધર્મો પૂર્વકાળના ઋણાનુબંધથી સંબંધમાં આવેલા ઉપકારી માતા, પિતા, ભ્રાતા, ભગિની, વડિલ આદિ તેઓ પ્રત્યેની ફરજ ચૂકવી દઈ ઋણમુક્ત થાઉં ત્યાં સુધી પૂજ્ય છે. પરંતુ પ્રભુ, પરમાથે પરમ પૂજ્ય તો આખા લેકમાં આપ એક જ છે. અન્ય કોઈ પણ નથી એ નિશ્ચય વર્તે છે. તેથી આપની સાથે કેવળ એકરૂપતા થતાં સુધી ભવભવ હું આપને દીન પૂજક રહું તે આ દાસની હદયની ભાવના છે.
હે ભગવાન! આપ પરમ સેવ્ય છે, હું પામર સેવક છું.
હે પ્રભુ, સંસારમેં શેઠ, સત્તાધારી, અધિકારી, ઉપરી આદિ પૂર્વે નિબંધન કરેલાં કર્મોને ઉદય પૂર્ણ થતાં સુધી સેવ્ય ભલે છે, પરંતુ વિશેષ ધર્મે તે પરમ સેવ્ય આખા જગતમાં આપ એકલા જ છે, અન્ય કઈ પણ નથી એવી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org