________________
૩૩
ભગ” શબ્દના અર્થ ગંભીર પગલે બહાર નીકળતાં ત્રાડ પાડે તેમ શ્રી સંમતભદ્રસૂરિ ત્રાડ પાડતાં કહે છે – દેવતાઓનું આવવું, આકાશમાં વિચરવું, ચામરાદિ વિભૂતિનું ભેગવવું, ચામરાદિ વૈભવથી વીંઝાવું, એ તે માયાવી એવા ઇંદ્રજાળિયા પણ બતાવી શકે છે. તારી પાસે દેવેનું આવવું થાય છે, વા આકાશમાં વિચરવું વા ચામર છત્ર આદિ વિભૂતિ ભેગવે છે માટે તું અમારા મનને મહાન ! ના, ના. એ માટે તું અમારા મનને મહાન નહીં, તેટલાથી તારૂં મહત્વ નહીં. એવું મહત્વ તે માયાવી ઇંદ્રજાળિયા પણું દેખાડી શકે.” ત્યારે સદુદેવનું મહત્વનું વાસ્તવિક શું? તે કે વીતરાગપણું એમ આગળ બતાવે છે.”
–શ્રીમદ્દ રાજચંદ્ર
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org