________________
૩૨
ભક્તિમાર્ગનું રહસ્ય હાથપગના નખની વૃદ્ધિ થતી નથી.
હે પ્રભુ! આપની રિદ્ધિ, સિદ્ધિ, અતિશય અને ઐશ્વર્યાની સ્તુતિ અમ પામર જીવે કયાં સુધી કરી શકે ! આપના ઐશ્વર્યાની કથા સાંભળીને પણ અમારી વ્યથા દૂર થઈ અમારું વીર્ય ઉલ્લસિત થાય છે. એ આપ ભગવંતને જ અનુગ્રહ છે.
હે પ્રભુ! લેકોત્તર પુણ્યના પ્રકર્ષથી સહજ નિષ્પન્ન આપના આવા ઐશ્વર્યથી જ્ઞાની પુરુષના વચનાનુસાર હું મુગ્ધ નથી થતું. પરંતુ ભગવાનનું બાહ્ય સ્વરૂપ પણ કેવું અલૌકિક અદ્ભુત છે-હોય તે બતાવી બાળ–અજ્ઞાન ને આપની પ્રત્યે સાત્વિક પ્રેમ ઉત્પન્ન થાય એ હેતુએ આ પામર જીવે કથન કર્યું.
શ્રી સંમતભદ્રસૂરિજીએ “દેવાગમસ્તેત્ર”ની રચના કરી છે. “શ્રીમદ્ રાજચંદ્ર' ગ્રંથમાં સ્વ. શ્રી મનસુખભાઈ સાથે થયેલ વાર્તાલાપની “ઉપદેશ નોંધ પા. ૭રમાં ઉલ્લેખિત છે, તે મહત્વની હોઈ અત્રે આપવાનું ઉચિત સમજું છું.
'देवागमननभोयान चामरादि विभूतयः, मायाविष्वपि दृश्यंते, नातस्त्वमसि नो महान.'
સ્તુતિકાર શ્રી સંમતભદ્રસૂરિને વીતરાગદેવ જાણે કહેતા હોય છે સંમતભદ્ર! આ અમારી અષ્ટ પ્રાતિહાર્ય આદિ વિભૂતિ તું જે, અમારૂં મહત્વ છે. ત્યારે સિંહ ગુફામાંથી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org