________________
ભગ” શબ્દના અર્થ
* ૩૧. અલંકૃત અને દેદીપ્યપણે ઓપતું પ્રભુના આત્મિક તેજપુંજના પ્રતીક સમું ભામંડળ અનેરી શોભા પ્રસરાવી જેનારનાં હૃદયને હર્ષિત કરે છે. આ તેજસ્વી ભામંડળની આશ્ચર્યતા એ છે કે તેમાં દષ્ટિ સ્થિર કરનાર ભવ્ય જીવે પિતપતાની આત્મિક દશાની લાયકાત પ્રમાણે કાં તે પૂર્વ ભવ અથવા ભ, કાં તો આગામી ભવ કે ભવે, કાં તે ગુપ્ત પશ્નોનું સમાધાન અથવા રહસ્યના ઉકેલ જુએ છે તે ઉપરાંત આત્મજ્ઞાન પિપાસુને જ્ઞાન થાય છે, ક્ષયોપશમ સમક્તિી ક્ષાયિક સમક્તિની પ્રાપ્તિ કરે છે, છઠ્ઠા ગુણ સ્થાન વતી મુનિ અપ્રમત્ત ગુણસ્થાનને સ્પર્શવાનો અદ્વિતીય લાભ મેળવે છે, ઈત્યાદિ આગળ માટે સમજવું.
હે ત્રિલેકીનાથ! આપની આગળ આકાશમાં (સામ્રાજ્યને) ધ્વનિ કરતો દુંદુભિ આપના મહાન આત્મિક સામ્રાજ્યને બતાવી આપના ચરણશરણમાં આવનાર સર્વ જી આપના સમસ્ત એશ્વર્યને પ્રાપ્ત થશે એવી ઉદ્દઘોષણા કરતો હોય તેમ જણાય છે.
હે પ્રભુ ! આવી તમારી ચમત્કારિક પ્રાતિહાર્યો લક્ષમીને જોઈને કયા મિથ્યાદષ્ટિએ વિસ્મય ન પામે.
હે પ્રભુ! આપ વિહાર કરે છે ત્યારે કાંટાઓ અને મુખવાળા થઈ જાય છે અને સુખકર અનુકૂળ વાયુ થાય છે. દેવતાઓ પાદન્યાસ માટે સુવર્ણકમળની રચના કરે છે.
હે પ્રભુ! આપના કેશ, રેમ, કૂર્ચ (દાઢીમૂછ) અને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org