________________
૩૦
ભક્તિમાર્ગનું રહસ્ય ઢળે છે તે જાણે એટલા માટે કેમ ન હોય કે પ્રભુજીના ગુણેની સુગંધ તરફ સર્વત્ર પ્રસરી પર્ષદામાં ઉપસ્થિત દેવ, મનુષ્ય અને તિર્ય... ગતિના ભવ્યાત્માએ તે થકી લાભ મેળવી આત્મલાભ, આત્મકલ્યાણ અને આત્મય ભાવદશાનુસાર પ્રાપ્ત કરે, વળી ચામરનું નીચે જવું એટલે મિથ્યાત્વ, અજ્ઞાન અને રાગદ્વેષાદિ દોષનું તિભાવે જવાનું કે ક્ષીણ થવાનું કે ક્ષય થવાનું સૂચન કરે છે, તથા ચામરનું ઊંચે જવાનું તે સમકિત પ્રાપ્ત થવાનું ને શુદ્ધ થવાનું, ગુણેનું પ્રગટવાનું ને વૃદ્ધિ પામી પૂર્ણતાએ પહોચવાનું કહી જાય છે.
પ્રભુના આખા દેહમાંથી સુંદર અને મધુર રણકારથી નીકળતે દિવ્ય ધ્વનિ પર્ષદામાં હાજર રહેનાર સર્વ જીના વિધ વિધ પ્રશ્નોનું એક સાથે સમાધાન સહુ પિતાપિતાની ભાષામાં સમજી શકે એ રીતે કરવા સામર્થ્ય ધરાવે છે. મહાપ્રભુજીના અતિશય પુણ્યની આ અતિશયતા છે અને વિચાર, તર્ક કે બુદ્ધિને અગમ્ય એવી વિસ્મયકારક ઘટના છે. પ્રભુજીની દિવ્ય વનિરૂપ વાણું, પર્વતના શિખર પરથી પ્રવહતી નિર્મળ મીઠા પાણીની સરવાણીની જેમ, જેને જેને સ્પર્શે છે, તેને ફળદ્રુપ થઈ ગ્યતાનુસાર મીઠું ફળ આપનાર અને ઉચ્ચ ઉચ્ચ દશાના અધિકારી બનાવનાર થાય છે. આત્મશુદ્ધિ અને આત્મસિદ્ધિનું ઉત્તમોત્તમ પવિત્ર દાન કરનાર તે અપૂર્વ, અલૌકિક દિવ્યવાણી ત્રિકાળ જયવંત વત, જયવંત વતે.
પ્રભુજીના મુખકમળની પાછળ દિવ્ય, તેજોમય કાંતિઓથી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org