________________
૨૯
‘ભગ’ શબ્દના અર્થ સ્વરાષ્ટ્ર અને પરરાષ્ટ્રના ભય હોતાં નથી. આ સર્વ અતિ શ આપનું ઐશ્વર્ય પ્રગટ કરે છે. એવું અદ્ભુત ઐશ્વર્ય અમ જીવને ખૂબ આશ્ચર્યમાં ગરકાવ કરી દે છે.
હે કરુણામૂર્તિ પ્રભુ! આપના ઐશ્વર્યાની તે અવધિ જ નથી. દેવતાઓ આપનું અદ્ભુત સામર્થ્ય અને આશ્ચર્યયુક્ત સર્વોત્કૃષ્ટ ઐશ્વર્યથી પ્રભાવિત થઈ આપની ચરણસેવાને
હા લેવા અન્ય ઓગણીસ અતિશયે ઉત્પન્ન કરી કૃતાર્થતા અનુભવે છે.
હે પ્રભુ! તે દેવે પરમ પ્રસન્ન થઈને રત્ન, સુવર્ણ અને રૂપ્યમય ત્રણ મનહર કિલ્લાઓથી શોભતું સમવસરણ છે. રચે છે, તેની રચનાનું મનરમ દશ્ય અદ્ભુત વિસ્મયકારક છે રત્નજડિત પાદપીઠ પર પ્રભુજીને ઉત્તમોત્તમ પરમાણુ ઓથી સુશોભિત કાંતિવાળો દેહ પીઠના વ્યાસને સ્પર્શ કર્યા વિના વિરાજે છે. પ્રભુની મુખમુદ્રા ઉપર સમ્યક દર્શન-જ્ઞાનચારિત્રની એકતારૂપ રત્નત્રયનું ભાન કરાવતાં ત્રણ છત્રો શેલે છે, પાદપીઠની પાછળ વિશાળ અશોક વૃક્ષ, સર્વના શાકને હરનાર અને આત્માનંદ પ્રગટ કરવામાં કુશળ એવું સુરમ્ય અલૌકિક વૃક્ષ, આનંદ અને પ્રસન્નતાની એળે ઉડાડતું મઘમઘી રહ્યું છે તથા તેની ડાળીઓ, સર્વ અંગ-ઉપાંગો પ્રભુજી અને પ્રભુજીના અનંત ચતુષ્ટય ગુણેને ભાવભક્તિથી વાંદવા પ્રભુ તરફ ઝૂકી ધન્ય ધન્યતા અનુભવે છે. - પ્રભુજીની જમણી તથા ડાબી બાજુએ દેવેન્દ્રો ચામર
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org