________________
ભક્તિમાર્ગનું રહસ્ય
કમ
હે પ્રભુ! આપ જ સર્વોત્કૃષ્ટ મંગળ ધર્મના પ્રવર્તક છે, ધર્મને ઉપદેશ કરનાર છે, ધર્મના નાયક છો અને ધર્મના સારથિ છે. ધર્મ વિના કેઈને ક્યારે પણ સુખ મળી શકતું નથી. તે ધર્મ–આત્મધર્મ આપે પરમ કૃપા કરી બતાવ્યું અને શાશ્વત સુખને માર્ગ ખુલ્લે કરી આપે તે આપ ભગવંતને અનંત ઉપકાર છે.
હે પ્રભુ! આપે સંસારમાં રહી સંસારનાં ભીષણ દુઃખો જન્મ, જરા, મરણનાં દુઃખે સંપૂર્ણ પણે છેદવાની અજબ
ઔષધિ શેાધી, તે ઔષધિનું સેવન કરી, આરાધના કરીને અનંત અવ્યાબાધ આત્મિક સુખને પ્રાપ્ત કર્યું અને પછી તે ઔષધિનું જીવના કલ્યાણાર્થે દાન કરી પ્રકાશન કર્યું. એ કેઈ અપૂર્વ અદ્ભુત છે. એવા અનાશ્રવરૂપ, મહાયેગાત્મક, પરમ નિર્જ રાના કારણરૂપ અને અતિ કલ્યાણકર ધર્મ પ્રવર્તાવ્યું અને ઉપદે તેથી આપ જ સાચા ધર્મના નાયક અને ધર્મના સારથિ ઠરે છે તેમાં સંદેહ શું?
હે પ્રભુ! સંસારરૂપી પ્રજ્વલિત અગ્નિને ઓલવવા આપે નિષ્કારણ કરુણાથી ધર્મરૂપી મેઘ વરસાવ્યો. તે ધર્મ દેશવિરતિ અને સર્વવિરતિ એમ બે પ્રકારે બતાવે, તેથી ગૃહસ્થદશામાં પણ ધર્મપ્રાપ્તિને લાભ સારી રીતે લઈ શકાય તેવું આપે બતાવી અનંત ઉપકાર કર્યો છે. જીવ ગૃહસ્થદશામાં રહીને પણ જે યથાર્થ પુરુષાર્થ કરે તે આ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org