________________
‘ભગ’ શબ્દના અર્થ
શ્રી એટલે લક્ષમી, સંપત્તિ, સંપદા.
હે પ્રભુ! કવાયરૂપ ચોર ડાકુઓ આપની આત્મસંપત્તિની લૂંટાલૂંટ કરી રહ્યા હતા, તેમની સામે પરમ પરાક્રમ ફેરવીને ડાકુઓને જીતી તેમને કેવળ ક્ષય કરી આપે આત્મલક્ષ્મી પૂર્ણ શુદ્ધસ્વરૂપે પ્રાપ્ત કરી એ સુપ્રસિદ્ધ છે. અનંતજ્ઞાન, અનંતદર્શન, અનંતસુખ, અનંત આનંદ, અનંત વિર્ય, અનંત સમતા, અનંત શાંતિ, અનંત ધીરજ, અનંત વીરતા, અનંત સ્થિરતા એ આદિ આપની સંપદાઓ અનેક પ્રકારની વિપદાઓ અને ભય વાળીને કેવળજ્ઞાન સ્વરૂપે સર્વકાળને માટે સંપ્રાપ્ત કરી અને લબ્ધિ-રિદ્ધિ-સિદ્ધિએના સ્વામી થયા છતાં તેની સામું પણ જોયું નહીં; એવા આપ શ્રીમદ્ ભગવંતને અત્યંત ભક્તિથી કટિ કોટિ વંદન કરું છું. હે પ્રભુ! આપની સંપદાઓના વર્ણન સંબંધી કઈ દેવ થયે હેય તે માટે પુનઃ પુનઃ ક્ષમાવું છું. આપ કૃપા કરી ક્ષમા આપશે એ માગું છું.
હે નાથ ! આપ “શ્રી”ને વરીને સર્વશ્રી પણ થયા છે. આપની “શ્રી”નું તે મોટા મોટા ઈન્દ્રો, નરેન્દ્રો, ચક્રવર્તીએ પણ બહુમાન કરે છે, આપના ચરણમાં રહી શરણ ઈચ્છે છે અને આપના જેવા સમર્થ થવા ભાવના ભાવે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org