________________
૨૪
ભક્તિમાર્ગનું રહસ્ય બાકી તે આપ જેવા જ્ઞાની પુરુષને પૂ. ૩. યશેવિજયજી મહારાજના કથનાનુસાર “તુંહી ગુરુ તું હી ચલે, ચેતન અબ મેહે દર્શન દીજે”, જ્ઞાની પુરુષને આત્મા એ જ તેને ગુરુ અને એ જ તેને ચેલે (સામાન્ય બધા જીવોને માટે આ વસ્તુ ન સમજવી.) એ રીતે આપે આત્મામાંથી સહજસ્કુરિત અનુકંપાપૂર્વક પ્રાર્થના કરી હશે, પણ આવી ગુપ્ત રહસ્યભૂત વાત સામાન્ય જીવથી કેમ સમજાય? આપની વીતરાગી કરૂણે કેટલી બળવાન હશે તેનું રહસ્ય સમજવું એ પણ એક કેયડારૂપ છે.
દેવગતિના ત્યાર પછીના ભાવમાં પણ ત~કારની ભાવના કાયમ રહી અને મનુષ્યગતિમાં આવી સર્વજ્ઞ થતાં તિર્થંકર નામક ઉદયમાં આવ્યું ને લાખે ભવ્ય જીવોને બેધ આપી તાર્યા એથી આપ તરણતારણ કહેવાઓ છે.
અહે! ભગવંતની વીતરાગી ઈચછાનું આત્મસામર્થ્ય કેટલું વિશેષ આશ્ચર્ય તે એ છે કે સ્વરૂપાનુભવી એવા આપે સ્વરૂપે નિરીચ્છક વિશ્વવ્યાપક કરૂણાભાવથી પ્રથમ (ત્રીજા ભવે) તીવ્ર ઈચ્છા કરી, પછી તેને ઉદય નિવૃત્ત થતાં સર્વથા નિરીચ્છાને આશ્રય કર્યો છતાં ઈચ્છાનું ફળ નિષ્ફળ ન થયું. અર્થાત્ ભવ્ય જીવને તારવાને પરમ ઉત્કૃષ્ટ લેકોત્તર પુણ્યજન્ય સર્વોત્કૃષ્ટ તીર્થંકર નામકર્મના ભેગવટાને વિપાકઉદય થયે, એવા આપ તીર્થંકર ભગવંતને વિનયસહિત. પરમ ભક્તિએ નમસ્કાર હૈ, નમસ્કાર હે !
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org