________________
‘ભગ’ શબ્દના અર્થ લેકકલ્યાણની વિશ્વવ્યાપક અનુકંપાયુક્ત ઈચ્છા કેવી બળવાન હશે, કેવી નિરંતર પ્રવતતી હશે, તે કાર્ય આપ કેવા પ્રકારે કરી શક્યા હશે એ આદિ પ્રશ્નો સમાધાન પામી શકતા નથી.
અહો ! આપે પૂર્વભવમાં ભગવાન ગુરુજીને આધીન રહી ઈચ્છાને એવો વેગ આપે કે હે નાથ! આ દુઃખમાં સબડતા અને પીડાથી પીડિત સમસ્ત સંસારના જીને જિનશાસનના રસિક બનાવી, શક્તિ આપી દુઃખથી મુક્ત કરૂં, તેઓનું દુઃખ નજરથી જોઈ શકાતું નથી, તેમને જન્મ મરણના દુઃખથી છોડાવવાની શક્તિ આપ. આવી વિશ્વવ્યાપક સહજરિત લોકોત્તર કરૂણભાવનાથી આપે તીર્થકર નામકમ ઉપાર્જન કર્યું. બાકી આપ જેવા પરમ જ્ઞાની પુરુષને તીર્થકર થવાની ઈચ્છા કદાપિ હોતી નથી. જે આપ જેવા જ્ઞાની પુરુષને પણ તેવી અભિલાષા ઈચ્છા થાય તે જ્ઞાન પર આવરણ આવી જાય, પરંતુ આપને રાગને રાગ હેતે નથી પૂર્વ-પ્રારબ્ધ જનિત સહજ છે, તેના આપ સાક્ષી માત્ર છે તેવી આપની વીતરાગી ઈચ્છા, વીતરાગી કરૂણાભાવ હોય છે અને તે આપ જેવા સ્વરુપનુભવી, સ્વરુપગુપ્ત પરમ વૈરાગી એવા આપ જેવાને જ ઘટે છે.
વ્યવહારદષ્ટિએ ગુરૂજીએ શિષ્યની પ્રાર્થના સાંભળી અને જેટલા જિનશાસનને શરણે આવે તેટલાને શક્તિ આપવાનું વચન આપ્યું અર્થાત્ તીર્થકર નામકર્મ ઉપાર્જન કર્યું.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org