________________
ર૭.
“લાગ” શબ્દના અર્થ કાળે ને આ ક્ષેત્રે સાતમા અપ્રમત્ત ગુણસ્થાન સુધી પહોંચી શકે છે, એક ભવ બાકી રહે ત્યાં સુધીને પુરુષાર્થ કરી શકે છે, એ આપના શાસનિર્દિષ્ટ જાગૃતિપ્રેરક અને ઉત્સાહપ્રેરક વચનને વારંવાર નમસ્કાર કરીએ છીએ.
અપારવત સંસારસમુદ્રથી તારનાર નિષ્કારણ કરૂણાથી જેણે ઉપદેશ કર્યો તે જ્ઞાની પુરુષના ઉપકારને નમસ્કાર હે !”
પ્રાણીમાત્રને રક્ષક, બંધવ અને હિતકારી એ જે કોઈ ઉપાય હોય તે તે વીતરાગને ધર્મ જ છે.”
–શ્રીમદ્ રાજચંદ્ર એ રીતે આપ કેવળજ્ઞાની સર્વજ્ઞ પ્રભુના ઉપદેશધર્મનું આપના ભક્ત (પ્રભુથી વિભક્ત નહિ તે ભક્ત) જ્ઞાની પુરુષે પાને પાને ને પદે પદે ભવ્ય જીને પ્રેરણા પાતું ઉત્કીર્તન. કરેલું છે, તે સદ્ધર્મ આમની કૃપાથી જ્ઞાનગોચર થઈ હે પ્રભુ! મારા હૃદયાંધકારમાં પ્રકાશ પાથરે!
અહે! શ્રી સર્વજ્ઞ જિનેશ્વર ભગવંતપ્રણીત ધર્મરૂપી ઉદ્યોત જગતમાં વિદ્યમાન હોવા છતાં ગાઢ મહીંધકારથી વ્યાપ્ત દુઃખિત અને પીડિત પ્રાણીઓ સંસારમાં પરિભ્રમણ કરે છે, તે એક આશ્ચર્ય છે. સંસારરોગના ક્ષય માટેની ઉત્તમોત્તમ ઔષધિ પ્રાપ્ત છતાં પ્રાણીઓ રેગના ભંગ બની રહેવા શા માટે ઇચ્છતા હશે એ વળી અધિક આશ્ચર્ય ઉપજાવે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org