________________
૨૧
‘ભગ’ શબ્દના અર્થ
૧૨ દ્ધાનું બળ એક ગેધામાં, ૧૦ ગોધાનું બળ એક ઘડામાં, ૧૨ ઘડાનું બળ એક પાડામાં, ૧૫ પાડાનું બળ એક હાથીમાં, ૫૦૦ હાથીનું બળ એક સિંહમાં, ૨૦૦૦ સિહનું બળ એક અષ્ટાપદમાં, ૧૦ લાખ અષ્ટાપદનું બળ એક બળદેવમાં, ૨ બળદેવનું બળ એક વાસુદેવમાં, ૨ વાસુદેવનું બળ એક ચક્રવર્તીમાં, ૧૦ લાખ ચક્રવતીનું બળ એક નાગેન્દ્રમાં, ૧ કરોડ નાગેન્દ્રનું બળ એક ઈન્દ્રમાં અને અનંત ઈન્દ્રોનું બળ શ્રી તીર્થંકર પ્રભુની ટચલી આંગળીમાં હોય છે. અહે ! પ્રભુનું વીર્યબળ તે જુઓ!
શાસ્ત્રમાં વાત છે કે શ્રી મહાવીર પ્રભુને જન્મ થયે ત્યારે ઈન્દ્રો આવી ભગવાનને નાત્રપૂજા માટે અડેલ મેરૂ પર્વતના શિખર પર લઈ ગયા. ઈન્દ્રને શંકા ઉત્પન્ન થઈ કે આ બાળ ભગવાન સહસ્ત્ર કળશેને ભાર કેમ સહી શકશે? અવધિજ્ઞાનથી ભગવાને તે જાયું અને ઈન્દ્રની શંકા દૂર કરવા અર્થે ડાબા પગના અંગુઠાથી પર્વતને સહેજ ધક્કો માર્યો, ત્યાં તે પર્વતમાંથી શિલાઓ ગબડવા માંડી, મેરૂ પર્વત કંપાયમાન થયું. ઈન્દ્ર અવધિજ્ઞાનથી થયેલી હકીકત જાણું. ઈન્દ્ર પ્રભુને આશાતના બદલ ક્ષમાવ્યા. સાર એ છે કે પ્રભુનું અનંત અદ્દભુત આત્મએશ્વર્યથી સહજ નિષ્પન્ન બળ કેવું અદ્ભુત છે!
આ તે થઈ શરીરબળની વાત. પરંતુ તેથીયે અતિ આશ્ચર્યકારક પ્રભુનું આત્મબળ હોય છે, જે આત્મવીર્યના
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org