________________
२०
ભક્તિમાર્ગનું રહસ્ય તેજ, કાંતિ, સૌંદર્યતા, શીતળતા, સ્પર્શ, ગંધ, રસાદિની બાબતમાં પણ તે અદ્ભુત છે. અમને આશ્ચર્ય થાય છે કે આત્મિક ગુણે જડ જેવા જડ પદાર્થોને પણ કેવા બદલી નાંખે છે!
હે પ્રભુ! આપનું રૂપ કેવું તેજોમય, લાવણ્યમય અને શેભામય છે! આપના દેહના લેહી તથા માંસ કેવા ધવળ, દૂધ જેવા સફેદ અને ઉજળા અને સુરભિયુક્ત છે! એવી આશ્ચર્યકારક દેહની કાંતિ અને રૂપ આપે કેવી રીતે પ્રાપ્ત કર્યા ? કેમ કે એવું રૂપ દેવ મનુષ્યમાં ક્યાંય જોવામાં આવતું નથી.
હે પ્રભુ! આપની શાંત કપૂરમય વીતરાગી મુદ્રાનું દર્શન કરવા માત્રથી ભવભવના પાપ નાશ થાય છે અને વંદન સ્તવન કરવાથી ઇચ્છિત ફળને આપનાર થાય છે. ખરેખર પ્રભુ! આપ સાક્ષાત્ કલ્પવૃક્ષ છે. ' હે પ્રભુ! આપનું રૂપ અનૂપ છે, આપનું દર્શન એ જ સુદર્શન છે. આપના ચરણકમળમાં ભ્રમરની જેમ મારે આત્મા પરમ લયપણાને પામે એ જ માગું છું. વીર્ય
હે પ્રભુ! આપનું વીર્ય વચનથી કહી શકાય તેવું નથી. એટલે એ બળનું વ્યવહારિક માપ કાઢવા માટે મહર્ષિઓએ નીચે પ્રમાણે કહ્યું છે, તેને આધાર લઈ ડું કહું છું –
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org