________________
ભગ” શબ્દના અર્થ
જાળમાંથી છૂટવા યુક્તિ કરી સફળતાને વરતા ગયા, તેમ તેમ આપ મુક્તિસુંદરીની સમીપ ને સમીપ જતા ગયા. અને પછી તે એ જમ્બર પુરુષાર્થ ઉપાડ્યો ને તેને એ વેગ આપે કે શેષ રહેલાં કર્મો બિચારા રાંકડા બની ગયા, અને આપના ઉગ્ર વેગ આગળ અને શુકલધ્યાનના અપૂર્વ બળ આગળ ટકી ન શકવાથી ભયભીત થઈ નાસવા માંડ્યા. પરિણામે જ્ઞાનાવરણુ, દર્શનાવરણ, મેહનીય અને અંતરાય કર્મને આપના અદ્ભુત સામર્થ્યના યોગે ભસ્મીભૂત કરી આપે મુક્તિસુંદરી સાથે લગ્ન કર્યા. અને અપૂર્વ અવ્યાબાધ શાશ્વત સુખ અને આનંદના જોક્તા થયા. એ મુક્તિસુખની વ્યાખ્યા કરવાની કોઈની શક્તિ નથી.
હે પ્રભુ! મુક્તિને વરવા માટેની આપની અદ્ભુત યુક્તિ, અનુપમ સ્વરૂપ ભક્તિ અને અદ્વિતીય શક્તિ જોઈ અમને આશ્ચર્ય સાથે આનંદ થાય છે. એ મુક્તિસુંદરીની વરમાળા પિતાની ગ્રીવામાં શેભાવવા કેણુ ન ઈછે? હે પ્રભુ! અમે આપનાં શરણને આશ્રય કરીએ છીએ. આપના જેવી યુક્તિ, ભક્તિ અને શક્તિનું દાન કરે જેથી અમે મુક્તિ પામીએ.
હે પ્રભુ! ભુવનભૂષણ! આપના આત્મઐશ્વર્યથી આપનું શરીર જગતનાં ઉત્તમમાં ઉત્તમ પુદગલોનું બનેલું હોવાથી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org