________________
૧૮
ભક્તિમાર્ગનું રહસ્ય
રાગ્ય
હે પ્રભુ! જન્મથી જ ક્ષાયિક સમકિતી અને ત્રણ જ્ઞાનના ધર્તા હોઈ ગર્ભવાસમાં પણ આપને વૈરાગ્ય ઝળકે છે. પૂર્વભવમાં દેવકના ઉત્તમ સુખ અને શાંતિ મળવા છતાં કેવળ ઉદાસીનભાવે રહ્યા, ત્યાર પછી મનુષ્યભવમાં ઉત્તમ કુળ, સુખસામગ્રીની વિપુલતા, શ્રેષ્ઠ રાજ્યનાં શ્રેષ્ઠ સુખ અને વૈભવ પ્રાપ્ત છતાં આપને વૈરાગ્ય દઢતર કાયમ રહે છે તે જોઈ આશ્ચર્ય થાય છે. હે પ્રભુ! સાંસારિક સુખનાં બંધન, રાજ્યના બંધન, લેક સંબંધી બંધન, માતપિતા, સ્વજનાદિ સંબંધી બંધન, દેહાદિ સંબંધી બંધન એ આદિ સર્વે બંધનેને છેદી ભેદી સર્વસંગપરિત્યાગ કરી પ્રવજ્યા સ્વીકારી ત્યારે આપને વૈરાગ્ય કેવો હશે ! તેની કલ્પના કરવી કઠિન છે. અને જ્યારે સર્વ ઘનઘાતી કર્મોને સંપૂર્ણ ક્ષય કરી સર્વજ્ઞ થયા ત્યારે આપની ઉદાસીનતા અને આપને વૈરાગ્ય કે ઊજવળ, ઉત્કૃષ્ટ અને અપૂર્વ હશે તે તે ક૯પનાતીત છે. અહો ! અપૂર્વ વૈરાગ્ય કેવું અપૂર્વ સદ્ભાગ્ય સજે છે! એ અપૂર્વ વૈરાગ્યને અમારા અગણિત નમન હો! નમન હો! મુક્તિ
હે પ્રભુ! આપે પ્રથમ સમક્તિ લીધું ત્યારથી જ મુક્તિ સાથે સગપણ સંબંધથી જોડાયા છે. આપનું વચન છે કે સમકિત થયું ત્યારથી મુક્ત પણું છે. ત્યાર પછી આપ કર્મોની
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org