________________
મારા ભગવાન કેવા રૂડા છે!
કરૂં છું, સત્કાર કરું છું, બહુમાન કરૂં છું. આપના એકેક ગુણને પૂર્ણ પ્રેમથી, પૂર્ણ ભાવથી, પૂર્ણ સ્નેહથી, અહો અહે ભાવથી વંદન કરું છું, પ્રણામ કરું છું, નમસ્કાર કરૂં છું.
હદયના શુદ્ધ ભાવથી, અંતરના ઉલ્લાસથી, અંતઃકરણના એકાગ્ર પરિણામથી આપના પ્રત્યેક ગુણનું સ્તવન કરૂં છું, કીર્તન કરું છું, પૂજન કરૂં છું, અર્ચન કરૂં છું.
હે ભગવાન ! અવિનય, આશાતના બદલ ક્ષમા ચાહું છું,
હે પ્રભો! આપની તથા આપના કેઈ ગુણની જાણતાં અજાણતાં, પ્રમાદપણે, અનુપગપણે, ઉન્મત્ત પણે કે અશુભ યોગે કોઈ પણ પ્રકારની આશાતના, વિરાધના કરી અવિનય આદિ અપરાધ, દેષ કર્યા હોય, કરાવ્યા હોય, કરતા પ્રત્યે અનુમોદ્યા હોય તે તે સર્વેને આપની પાસે અનંત સિદ્ધ ભગવંત ને કેવળી ભગવંતની સાક્ષીએ બે હાથ જોડી, માન મિડી, મસ્તક નમાવી અતિ વિનમ્ર ને દીનભાવે પશ્ચાતાપપૂર્વક ખમાવું છું. આપની કૃપાથી મારા તે સર્વ દોષ ક્ષય થાઓ, ક્ષય થાઓ !
હે કૃપાનિધાન!
આપની પરમ શાંત, પરમ કાંત, પરમ વીતરાગ, મુખસદ્રાનાં પવિત્ર દર્શન કરી આ અપવિત્ર નેત્રને પવિત્ર કરૂં છું.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org