________________
૨૩૨
ભક્તિમાર્ગનું રહસ્ય ઉચ્ચાર કરો અને તેમ થતાં જ તત્કાળ તે દૂર થઈ જશે. “શાંતિ શબ્દ જ એ રૂડે છે કે તેના ઉચ્ચાર માત્રથી અંદરમાં શાંતિ પથરાય છે અને વિદ્ગો તથા અંતરાયે નાશ થાય છે. અનુભવથી આ વાત પ્રમાણભૂત લાગશે. શાંતિ આત્માને પરમોત્તમ ગુણ હેઈ વ્યવહારજીવનમાં પ્રવૃત્ત રહેવા છતાં તેના નિરંતર સ્મરણના અભ્યાસથી આત્મા તે ગુણના ભાવને ગ્રહણ કરી શાંત થતું જાય છે, શાંત થાય છે. દશ મિનિટના અભ્યાસ દરમ્યાન જ્યારે જ્યારે વિક૯પ ઊઠે કે આવવાના છે એવી આગળથી જાણ થાય ત્યારે ત્યારે “શાંતિ” શબ્દ અંદરમાં બેલી તેને હાંકી કાઢવાનું ચૂકવું નહીં.
આ આધ્યાત્મિક ને અત્યંત શ્રેયસાધક અભ્યાસની દશ મિનિટ પૂરી થયા બાદ તપાસ કે તેટલા સમય દરમ્યાન અંદાજે કેટલી વાર “શાંતિ” શબ્દ ઉચ્ચારવાની ફરજ આવી પડી હતી. અભ્યાસ વેળાએ ઉચ્ચાર કર્યાની સંખ્યા ગણવા તરફ લેશ માત્ર ઉપયોગને જોડવે નહીં, તે સંખ્યાને અંદાજ એની મેળે લક્ષમાં આવી જશે. - દશ મિનિટમાં ઉચ્ચાર કર્યાની સંખ્યા ૨૪ની હોય તે ત્રીજા વર્ગમાં, ૧૬ની હોય તે બીજા વર્ગમાં, ૮ની હોય તે પહેલા વર્ગમાં, ૮થી ઓછી હોય તે ઉત્તમ શ્રેણીમાં પાસ થયા તેમ સમજવું. અને ઉચ્ચાર ન કરે પડ્યો હોય અને શાંત રહેવાનું બની શક્યું હોય તે ઉત્તમ સિદ્ધિ ગણવી.
સાધનાની શરૂઆતમાં વિકલ્પ ચારિત્રમેહના ઉદયથી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org