________________
ભગવાનના ભક્તની સાધના
૨૩૧
થાઓ. હવે તે સ્થિર થાય છે અને તેમાંથી મારા ઉપયાગ છૂટી જાય છે.
“ હું મન, તું મારા સન્મિત્ર થઈ મારા પરમા પુરૂ ષા માં સહાયરૂપ થા. શાંત થા, શાંત થા અને કઇ વિકલ્પ
,,
ન કર.
(૩) એક મિનિટ સુધી
“ હું મનને સ્થિર કરૂ છું. હું શાંત થઉં છું. હું શાંતિમય છું. હું શાંતસ્વરૂપ છું. ”
"
મૂળ પ્રયોગ : દરા મિનિટનુ મૌન :
પૂર્વ ભૂમિકા તૈયાર કર્યાં પછી દશ મિનિટના મૌનના અભ્યાસ કરવાના છે. દશ મિનિટ પૂરી થયાની જાણ માટે કેાઈ સાધનના ઉપયાગ કરવા અથવા આંદાજે ખ્યાલ કરવેા. અભ્યાસથી દશ મિનિટ પૂર્ણ થયાનું જ્ઞાન અંદરમાં નિશ્ચિય કરેલેા હશે તેથી સહજ થશે.
સ્થિર આસને ટટ્ટાર બેસવુ' અથવા સીધા ચત્તા સૂઇ જવું. આંખેા ખંધ રાખવી. આ અભ્યાસની શરૂઆત દશ મિનિટના મૌનથી કરવી, વિચારો અને વિકલ્પાને સ ંયમમાં . લેવાના પ્રયત્ન કરે. ચિત્તમાં વિકલ્પ ઊઠવાની જાણ માટે અંદાજે ત્રીશ સેકન્ડ પ′′ત કેાઈ પરિશ્રમ વિનાના હળવા સહજ ધ્યાનથી અંતરમાં નિરીક્ષણ કરો. વિકલ્પ પ્રવેશ થયાનુ જણાય તેા તુરત અંતરમાં માત્ર “શાંતિ” શબ્દને શાંતભાવે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org