________________
૨૩૦
ભક્તિમાર્ગનું રહસ્ય સૂચક ગણવા યોગ્ય છે. તેવા અંતરે પ્રેરણાથી ઉત્પન્ન સહજ ભાવેની ઉપેક્ષા ન કરવી.
પરમકૃપાળુ શ્રી ગુરૂદેવે ઉપકાર કરી બતાવેલ આ પ્રયોગ અત્યંત ઉપયોગી લાભદાયી અને પ્રભાવશાળી છે. શ્રીગુરૂની આજ્ઞા લઈ અને આશીર્વાદ મેળવી તેની સાધના કરવાથી સિદ્ધિ જલદીથી મળે છે. આ સાધનાનું ઉત્તમ ફળ આગળ જણાવવામાં આવશે. આ સાધનાનું નામ “દશ મિનિટનું મૌન” કહેવું ઉચિત છે. પ્રયોગના પ્રારંભ પહેલાં પૂર્વ ભૂમિકાની તૈયારી પાંચ મિનિટ સુધી કરવાની છે. પૂર્વભૂમિકા:
બતાવેલ સમય સુધી (અંદાજે) નિશ્ચયપૂર્વકના ભાવથી જણાવ્યા પ્રમાણે સ્વયંસૂચન કરવું. (૧) બે મિનિટ સુધી
“ભગવાનની કૃપાથી હું મારા નિષ્કારણ કરૂણાવતા શ્રી ગુરૂદેવ પાસેથી ખૂબ બળ ખેંચું છું. અને મેળવું છું તે બળને સુખદ પ્રવાહ મારા આખાય દેહમાં વહેતે હું અનુભવું છું.” (૨) બે મિનિટ સુધી - “હે કાયા, તમે અનુગ્રહ કરી સ્થિર થાઓ, સ્થિર
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org