________________
ભગવાનના ભક્તની સાધના
૨૨૯ ઉપેક્ષા કરવી. તેના અભ્યાસથી વિકલ્પો ધીમે ધીમે ઓછા થતા જશે અને શાંત રહેવાશે, ધીરજ રાખવી.
મંત્રસ્મરણ બાદ શાંત થયા પછી પ્રશ્નના ઉત્તરરૂપ જે વિચાર સહજતાએ પ્રથમ આવે તે પ્રશ્નના સમાધાનરૂપે છે એમ માનવું અને શ્રદ્ધા રાખવી. પ્રશ્ન ભવિષ્યકાળ સંબંધી હોય તે તેની સત્યતાની ખાત્રી કરવી અને શ્રદ્ધા વધારીને તેને નિર્મળ કરવી. આત્માની યોગ્યતા હશે તે ઉત્તર સત્ય જ મળશે. કદાચ પ્રથમ પ્રયત્ન ઉત્તર ન મળે તે નિરાશ થવું નહીં સર્વ કાર્યમાં પ્રથમ ભૂમિકા હંમેશ વિકટ હોય છે. એ વિકટ કાર્યને અવિકટ બનાવવા ફરી ફરી યત્ન કર, આખરે વિજય મળશે જ.
આત્મદશાની સ્થિરતા અને શાંતિ વધતાં ક્યારેક અથવા ઘણું કરીને ઉત્તર અંતરમાં ધ્વનિથી મળે છે. એ ઇવનિ દિવ્ય મધુર રણકાર જેવો હોય છે, તે સાંભળતાં ચિત્ત પ્રસન્ન અને આનંદિત થાય છે. આ અનુભવ અદ્દભુત અને અલૌકિક હોય છે ધ્વનિથી મળેલા સંદેશા કયારે પણ અસત્ય હેતા નથી. જેમ વિનિથી કહ્યું હોય તેમ જ હતું, છે, અથવા બનશે તેને નિ:શંક નિશ્ચય થાય છે. તેથી પણ આગળની દશા થતાં વગર પ્રાગે અને વગર પ્રયાસે ભગવાન આત્મા અંતરધ્વનિથી માર્ગદર્શન આપ્યા કરે એવી સંભવિતતા છે. અંતરધ્વનિ ન હોય છતાં આત્મસ્થિરતાની વેળાએ કયારેક અંતરમાં એકાએક અણચિંતવેલ કે અણુકપેલ ભાવે પ્રગટે તે તે પણ માગ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org