________________
ભગવાનના ભક્તની સાધના
૨૨૫ વાદળી, જાંબુડી રંગવાળાં વાદળાં હશે; પ્રત્યેક રંગને પર માર્થ ભિન્ન ભિન્ન છે અને તેનું જ્ઞાન દશા જાણવા માટે ઉપકારી થાય છે.
આ પ્રયોગના અભ્યાસથી ચિત્રપટની સહાયતા વિના ભાસ કે સ્વપ્નમાં શ્રી ગુરુદેવના દર્શનને અનુપમ અને અમૂલ્ય લાભ પ્રાપ્ત થાય છે અને તેનું ફળ પરમાર્થે ઘણું મોટું છે. “એનું સ્વપ્ન જે દર્શન પામે રે,
તેનું મન ન ચઢે બીજે ભામે રે, થાય કુણને લેશ પ્રસંગ રે, તેને ન ગમે સંસારને સંગ રે.”
–શ્રીમદ્ રાજચંદ્ર ( પત્રક ૧૬૮)
[૩] આધ્યાત્મિક વિકાસ માટે મનની સ્થિરતા હોવી ખૂબ જરૂરી છે. નિરંકુશ મન એ જ સર્વ સુખદુઃખનું તેમ બંધમેક્ષનું કારણ છે. આ મર્કટ જેવું મન કયારે પણ શાંત થઈને બેસતું નથી અને ક્ષણે ક્ષણે કુદકા મારી દોડધામ નિરંતર કર્યા કરે છે. સંકલ્પ-વિકલ્પમાં રાચતું અસ્થિર મન કેવી રીતે સંયમમાં આવે તેના જુદા જુદા ઉપાયો જ્ઞાની પુરૂએ ઉપદેશવચનેમાં બતાવ્યા છે અને તે અવશ્ય કલ્યાણકારી છે, તે ઉપાય આ પ્રમાણે છે. (૧) સતશ્રતનું
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org