________________
૨૨૪
ભક્તિમાર્ગનું રહસ્ય શ્રી ગુરૂદેવના ચિત્રપટ પર ચરણથી શીર્ષ સુધી ત્રણ વખત દષ્ટિને ધીમે ધીમે ફેરવી, અંતરના પ્રેમપૂર્વકના નિર્મળ ભાવથી મુખાકૃતિનું અવલોકન કરવું. થોડીવાર તેમ કયાં પછી દષ્ટિને ગુરૂદેવનાં પવિત્ર નયનમાં સ્થાપન કરી સ્થિર રાખવી. મટકું મારવાની ફરજ આવી પડે તે તેમ કરવું. એ પવિત્ર ચક્ષુમાંથી પ્રેમ અને કરુણાને પ્રબળ અને શીતળ પ્રવાહ વહીને પિતા પ્રત્યે આવે છે અને સુખદ અનુભવ કરાવે છે એમ કલ્પનાથી માનવું. અભ્યાસથી કલ્પના સત્ય ઠરશે. પ્રાગ વચ્ચે ચિત્તમાં વિચારે કે વિકલ્પ ઊઠે તે તેને ઉપશમ કરવા એટલે તેના પર મનન ન કરતાં તેના જ્ઞાતા કે સાક્ષી તરીકે રહેવાને પુરૂષાર્થ કરે, તેવા પુરૂષાર્થથી વિકપનું બળ તૂટશે અને તેની નિરાધાર સ્થિતિ થતાં સ્થિરતા આવશે.
સ્થિરતા આવ્યેથી આત્મામાં કઈ પ્રકારે સમતા અથવા શાંતિ અનુભવાશે. તેની સાથે તે સ્થિરતાના કારણે કેટલાંક ચમત્કારિક પરિણામ આવશે. ચિત્રપટની ચારે કિનાર સોનેરી પીળા રંગવાળી અથવા શ્વેત રંગથી પ્રકાશિત દેખાશે. ચિત્રપટની આસપાસની ભૂમિનું ક્ષેત્ર સામાન્ય તેજવાળું અને ચિત્રપટ પ્રકાશથી ઝળહળતું દેખાશે. આ વગેરે દ નિહાળતાં આનંદ ઊપજશે.
બાદ આંખ બંધ થઈ જતાં, સ્થિરતા હશે તે મનઃચક્ષુ સામે રંગબેરંગી વાદળાં પસાર થતાં અથવા ઊંચે ચઢી વિખરાતા જોવામાં આવશે. કાળી છાંટથી મિશ્રિત લાલ, પીળે,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org