________________
ભગવાનના ભક્તની સાધના
૨૨૩ (૭) આથી હવે સંકલ્પ-વિકલ્પ કે રાગદ્વેષ કરવાની મારી
લેશ માત્ર ઈચછા નથી. શ્રીગુરૂની કૃપા થકી હું મનની
સ્થિરતા અને ચિત્તની શાંતિનું સર્જન કરું છું. (૮) હું સ્થિર અને શાંત થઉં છું.
હું જ પ્રભુ છું એમ જાણું છું.
હું જ ઈશ્વર છું એમ ચિંતન કરું છું. (૯) હું ખૂબ સ્થિર અને શાંત થઉં છું. હું પરમાત્મસ્વરૂપ છું એમ પ્રતીત કરૂ છું.
[૨] પ્રાથમિક ભૂમિકામાં સ્થિત તથા પરમાર્થના રૂચિવંત જીવને માટે આત્મવિકાસ અર્થે શ્રી ગુરૂદેવે અકારણ કણાથી બતાવેલ પ્રાગ વિધિવિધાન સહીત કહેવામાં આવે છે, તેનું ફળ એકાગ્રતા અને સ્થિરતાની ક્રમશઃ પ્રાપ્તિ એ છે. દરરોજ નિયમિત સમયે અને સ્થળે બે વખત (અથવા વધારે વખત) સવારે અને રાત્રે ત્રીશ મિનિટથી એક કલાક સુધી પ્રયોગ કર, ઊઠતા વિકલ્પ પર સંયમ લાવવા માટે આ અભ્યાસ ઘણે ઉપકારી છે.
ભગવાનરૂપ સત્પરૂષ એટલે પિતાના પરમ ઉપકારી શ્રી ગુરુદેવના ચિત્રપટ સન્મુખ બેસવું. દેહની સ્થિરતા જાળવવી, એટલે હલનચલન ન થાય એવા સુખાસને બેસવું. ઈચ્છિત સમય પર્યત સંસારના સર્વ ભાવથી વિરામ પામી ચિત્તને પર્ણ સ્થિર કરવું. પછી એક દીર્ઘ શ્વાસ ખેંચી છેડી દે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org