________________
ભગવાનના ભક્તની સાધના
૨૧૫ શ્રી ગજસુકુમાર વયમાં નાના, મનહર રૂપવાળા અને સુવિવેકી છે. તેમની સગાઈ થઈ ચૂકી છે, તેવામાં શ્રી નેમનાથ તીર્થંકર પ્રભુના સમવસરણમાં પ્રભુની દેશના સાંભળી વૈરાગ્ય આવતાં પ્રભુની પાસે દીક્ષા લે છે. શુદ્ધ આત્મસ્વરૂપની પ્રાપ્તિ માટે જેના અંતરમાં ઉછરંગ સમાતું નથી અને આત્મવીર્યના કવચથી સુરક્ષિત સુકુમાર પ્રભુને શીધ્રાતિશીઘ મેક્ષ કેમ થાય તેને ઉપાય વિનયસહ પૂછે છે. બાળગીની પરમ ગ્યતા અને ભાવિમાં જે બનવાનું છે તે જોઈ પ્રભુજી ઉપાય બતાવે છે કે જે પરમ વિષમ નિમિત્તો વચ્ચે પણ સમતા ધારણ કરી નિજ આત્મદ્રવ્યમાં ઉપયોગને સબળપણે જોડી રાખે તે અતિ અલ્પકાળમાં શિવસુંદરીને વરે છે.
પ્રભુની આજ્ઞા અને આશીર્વાદ મેળવી મુનિવર ગજસુકુમાર સ્મશાનમાં જઈ આરાધના શરૂ કરે છે. કર્મના ઉદયાનુસાર તેમના પૂર્વાશ્રમના સસરા સમિલ પિતાની પ્રિય પુત્રીનું ઉજ્જવળ ભાવિ બગાડનાર જમાઈને શોધતાં શોધતાં તે ભૂમિમાં ધ્યાનસ્થ ગજસુકુમાર પાસે આવી પહોંચે છે, તેનામાં પૂર્વના વેરને ઉદય ઊછળે છે અને સાનભાન ભૂલી, ક્રોધના અતિરેકથી ઉન્મત્ત બની જમાઈના માથા પર માટીની સગડી કરી તેમાં બળતા અંગારા મૂકે છે. મુનિવર સ્થિતિ પારખી લે છે અને પરમ સમતારૂપ પરમ શીતળ અમૃતજળથી આત્માને હવડાવે છે, ક્ષમાનીરથી પવિત્ર અને શુદ્ધ કરે છે તથા પરમ પરમ ઉદાસીનતાની ઉત્તમોત્તમ શ્રેણિ પર આરૂઢ કરે છે. આમ બાળાગી મુનીશ્વરનું મસ્તક ભડભડ બળવા માંડે છે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org