________________
૨૧૪
ભક્તિમાર્ગનું રહસ્ય ભયંકર ઉપસર્ગોનું બીજુ દષ્ટાંત ચોવીશમા અંતિમ તીર્થંકર શ્રી મહાવીર સ્વામીનું સુપ્રસિદ્ધ છે. સૌથી મટે ઉપસર્ગ તેમના પૂર્વભવના મહા વૈરી સંગમ દેવતા થકી થયે હતો; ઉપસર્ગના ભિન્ન ભિન્ન પ્રકારે અકથ્ય કષ્ટ આપનાર, પીડા અને ભય ઉપજાવનાર, સામાન્ય જીવના તે છાતીનાં પાટીયાં તત્કાળ બેસી જઈ પ્રાણઘાત કરે એવા દુષ્ટ અને ઘાતકી હતા, છતાં તેવા જીવલેણ ઉપસર્ગોથી આકરામાં આકરી સ્થિતિ વેળાએ પ્રભુની કેવી અદ્ભુત સૌમ્યતા હતી ! કેવી વિસ્મયકારક ક્ષમાનીરની પ્રવહતી નિર્મળ ધારા હતી ! જેમના દર્શન માત્રથી સ્વરૂપસ્થિતિ પામી મુક્ત થવાય એવા પુરૂષને ઉપસર્ગ પમાડી અનંત સંસારમાં રઝળાવે, રગદોળાવે એ પ્રકારના કર્મનું ઉપાર્જન અજ્ઞાન અને મૂઢતાવશ આ જીવ કરે છે તે જોઈ પ્રભુની કરુણ કેવી અનુપમ અને ઉત્કૃષ્ટ હતી! પરમ પરમ વૈરાગ્યની કેવી પ્રભાવિત ઉજજવળતા હતી ! પરમ આશ્ચર્યકારક ઉદાસીનતાની કેવી ઉત્તમ ફુરણા હતી ! કેવી ઉત્કૃષ્ટ નિર્ભયતા હતી! નિર્લોભતાની પરમ વિમળ અમૃતધારા કેવી સુગમ પણે અને સહજતાએ ઝરતી હતી! પ્રભુના પ્રભુત્વથી અસંગણું સર્વોત્કૃષ્ટતાએ કેવું દેદીપ્યમાન હતું! એવા સર્વ પ્રકારના સુસ્મરણથી મુમુક્ષુ સાધકના અંતરમાં પ્રેરણું બળ, ઈચ્છાબળ અને નિશ્ચયબળનું આવવું સુગમ થાય છે.
એવું જ ઉત્તમ અને અનુપમ ત્રીજું દષ્ટાંત શ્રી કૃષ્ણ ભગવાનના નાના ભાઈ મહા યોગીશ્વર અંત:કૃત કેવળી શ્રી ગજસુકુમારનું અતીવ પ્રસિદ્ધ છે, તે સંક્ષેપે જોઈએ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org