________________
ભગવાનના ભક્તની સાધના
૨૧૩ શુદ્ધ, પ્રકૃણ શુદ્ધ, પરમ શાંત ચૈતન્ય છું. હું માત્ર નિર્વિકલ્પ છું, નિજ સ્વરૂપમય ઉપગ કરું છું, તન્મય થાઉં છું.”
–શ્રીમદ્ રાજચંદ્ર (૮૩૩) તેવામાં ધરણેન્દ્રદેવનું આસન ચળે છે અને ઉપયોગ મૂકી દેતાં પૂર્વ ભવના પિતાના રક્ષણદાતા અને સન્માર્ગ બતાવનાર એવા પરમ ઉપકારી પ્રભુને ઉપસર્ગ થાય છે તે જુએ છે. વિના વિલંબે ઉપકારને કોઈ અંશે બદલે વાળવાના હેતુએ ઉપસર્ગ દૂર કરવા એક વિરાટકાય સર્પના પૃષ્ટ ભાગના ઘુંચડાથી પ્રભુનું આસન કરે છે અને વિશાળ સફણાની છત્રી બનાવી પ્રભુનું રક્ષણ કરે છે. પાણીની સપાટી ઊંચે ચડે છે, તેમ તેમ આસન પણ ઊંચી સ્થિતિએ આવે છે, ત્યારે કમઠને જીવ થાકે છે અને તેનું જેર તૂટે છે, ત્યાં જ પ્રભુને કેવળજ્ઞાન પ્રગટે છે અને બધું શાંત થાય છે.
આ ઘર, જીવલેણ, અત્યંત વિષમ ઉપસર્ગોની વેળાએ પ્રભુ કેવા નિરાગી અને નિર્વિકારી હતા! કેવી પરમ શાંત અને સમ આત્મદશા હતી! એ વેળાએ નહોતે પ્રભુને ઉપસર્ગકર્તા પ્રત્યે કિંચિત ઠેષ કે રક્ષણકર્તા પ્રત્યે કિંચિત રાગ. તેઓ કેવળ સમતાભાવમાં હતા, સમાધિમાં સ્થિત હતા અને શુદ્ધોપગની સુધારસધારામાં તરબળ હતા.
પાર્શ્વનાથસ્વામીનું ધ્યાન ગીઓએ અવશ્ય સ્મરવું જોઈએ એનાગની છત્રછાયા વેળાને પાર્શ્વનાથ એર હો!”
-શ્રીમદ્ રાજચંદ્ર (૨૧)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org