________________
૨૧૨
ભક્તિમાર્ગનું રહસ્ય આત્મવીર્ય પ્રગટે છે અને તે નિજ ગુણેના અંશે અંશે ઉઘાડથી સ્થિર થઈ ઉત્તરોત્તર સપાન ચઢતે જાય છે.
સાધનામાં બળ આપનાર અને ચિત્તસ્થયને ટકાવનાર પુષ્ટ આલંબનાં ઉદાહરણ આ રહ્યાં.
ત્રેવીસમા તીર્થંકર શ્રી પાર્શ્વનાથ પ્રભુ ચાર જ્ઞાનના ધર્તા છે. અનેક આશ્ચર્યકારક લબ્ધિ અને સિદ્ધિઓના સ્વામી છે. આત્મસ્વભાવ પૂર્ણતાએ પ્રગટાવવાના કામી છે. તેવામાં પૂર્વ જન્મના વેરી કમઠના જીવ (જે દેવગતિમાં છે)ના અંતરમાં પૂર્વનું વૈર સાંભરી આવતાં ઉલસે છે, વેરના ઉદયથી અનેક પ્રકારના ભય ઉપજાવનાર, પ્રાણહાનિ થતાં વાર ન લાગે તેવા ઉપસર્ગો કરે છે, પ્રભુ કેવળ સમભાવે સ્થિર છે તે જઈ આખરે જળવૃષ્ટિ અને ખૂબ ગાજવીજના ભયંકર કડાકા સાથે ભયાનક વરસાદ વરસાવે છે; પાણીની સપાટી
ચીને ઊંચી આવી ઠેઠ પ્રભુના ખભા સુધી પહોંચે છે, તે છતાં પ્રભુ થિર અને અડેલ છે. તેમને ભય નથી, ખેદ નથી, કોય નથી, વેષ નથી તેમ કોઈ અન્ય ભાવ નથી. તેઓના આત્મામાં આ ભાવે છે –
સર્વથી સર્વ પ્રકારે હું ભિન્ન છું. એક કેવળ શુદ્ધ ચિતન્ય સ્વરૂપ, પરમત્કૃષ્ટ, અચિત્ય સુખસ્વરૂપ, માત્ર શુદ્ધ અનુભવરૂપ હું છું. ત્યાં વિક્ષેપ છે? વિકલ્પ છે? ભય છે? છેદ શે? બીજી અવસ્થા શી? હું માત્ર નિર્વિકલ્પ શુદ્ધ,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org