________________
ભગવાનના ભક્તની સાધના
૨૧૧ હતા, કેવા રવસ્થ અને સમપરિણામી હતા, તેમના આત્માની કેવી અદ્દભુત વીતરાગદશા હતી, તે બધા પ્રકાર અંદરમાં અપક્ષપાત બુદ્ધિએ વિચારી મેક્ષાભિલાષી અને સાધનામાં ઉત્સાહી મુમુક્ષુજન શાંતભાવને અવગાહે છે. અથવા કોઈ સમ્યફદષ્ટિ ચકવતીને યાદ કરી, તેમને રિદ્ધિ સિદ્ધિ બહૂલ તાએ હોવા છતાં, છ ખંડનું સ્વામીત્વપણું હોવા છતાં, અદ્વિતીય વૈભવ હોવા છતાં અને ચૌદ અદ્ભુત રત્ન સેવામાં હાજર હોવા છતાં, તેઓ કેવી આશ્ચર્યકારક અલિપ્તતાથી રહેતા હતા અને ગર્વ કે ગારવથી કેવા અબદ્ધ રહેતા હતા એ આદિ પ્રકારના સ્મરણથી આત્માર્થી જીવ બેધ લઈ, બળ મેળવી ઉદાસીન પણે, સમપરિણામે રહેવાનું શકય બનાવે છે. આ રીતે પુણ્યના ઉદયમાં સુખપ્રાપ્તિ વેળાએ આત્મસ્થિરતા ને આત્મશાંતિ જાળવવા સપુરૂષનાં ચરિત્રે આધારભૂત થાય છે.
વળી અસાતાના તીવ્ર ઉદયે દૈહિક વેદના, વિયોગ આદિ વખતે માનસિક વ્યથા, સ્વજને વગેરેના મરણ પ્રસંગોએ ઉત્પન્ન થતે અકથ્ય ખેદ એ આદિ પરિસ્થિતિ હોય ત્યારે ચિત્ત સ્થિર રહેવું કે દુઃખને સમ્યક પ્રકારે વેદવું ઘણું ઘણું કઠણ છે. મુમુક્ષુ જીવને પણ તેવી આકરી કસોટીના પ્રસંગે આત્માને સ્વસ્થ રાખવે મુશ્કેલ બને છે; પરંતુ તેવા સંગે પ્રાપ્ત થાય ત્યારે ધીરજ, સમતા, ક્ષમા અને દવાની શક્તિ મેળવવા માટે જિજ્ઞાસુ, મુમુક્ષુ કે આત્માથી જ્યારે પુરૂષનાં ચરિત્રની સ્મૃતિ લે છે, ત્યારે તેવા પુષ્ટ આલંબનથી સાધકનું
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org