________________
ભક્તનાં વિચાર–પુ
૧૯૭ * ભગવાન તે અમૃતસાગર છે, જે રસ જગતનું જીવન
છે, તે તેને નિરંતર વહેતે ઝરે છે જે કઈ તે રસનું પાન કરે છે તે શાશ્વત સુખને વરે છે.
ભગવાન ચર્મચક્ષુથી જોઈ શકાતા નથી. પરંતુ જે કઈ પ્રેમથી ભગવાનની ભક્તિ કરે છે, પ્રાર્થના કરે છે, તેને ભગવાન પ્રત્યક્ષ દર્શન આપી કૃતાર્થ કરે છે. ભગવાનના દિવ્ય, અલૌકિક, મહા તેજસ્વી સ્વરૂપના દર્શન કરવાં હેય તેણે હૃદયને ભગવાનના સતત વિચારથી ભાવિત કરવું, તે ભાવમાં અપ્રમત્ત રહેવું, અન્ય ભાવે ભગવાનને અર્પણ કરવા. તેમ કરવાથી ભગવાન પ્રસન્ન
થાય છે ને કૃપા વરસાવે છે. » પરમાર્થમાગની એક અજબ વિચિત્રતા છે, અને તે
વ્યવહારમાર્ગથી સ્પષ્ટ ભિન્ન પડે છે. આ માર્ગમાં પોતાની કલ્પના-બુદ્ધિના ત્યાગી થઈ, બધું ભગવાનને આશ્રયે છેડી બુદ્ધ થાય છે, તેને ભગવાન શુદ્ધબુદ્ધ બનાવે છે, ભગવાનના જ્ઞાનમાં જગતનું ડહાપણ મૂખાંઈ દેખાય છે. ભગવાનની તે એવી લીલા છે કે જે લઘુ થાય છે તેને ભગવાન ગુરૂ કરે છે.
જે ગુરૂ થાય છે તેને ભગવાન લઘુ કરે છે. * જે લઘુ, નમ્ર, અભિમાન રહિત થતું જાય છે, તેને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org